તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th December 2025
ભાવનગરમાં બિલ્ડીંગના સાતમા માળેથી પડી જતા મિસ્ત્રી કામ કરતા યુવાનનું મોત

ભાવનગર તા.૫: શહેરના વિક્ટોરિયા પાર્ક વિસ્તારમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઈડના સાતમાં માળેથી નીચે પડતા શ્રમિક યુવાનનું મોત નિપજ્યું હતું.
માહિતી મુજબ પેટ્રોલપંપ પાસે ચાલતી કન્સ્ટ્રકશન સાઈડના સાતમા માળે મિસ્ત્રી કામ કરતા સુનીલ શર્મા નામના બિહારના પરપ્રાંતિય શ્રમિક યુવાનનું અકસ્માતે નીચે પડી જતા બનાવ સ્થળે જ તેનું કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.(૨.૨)
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
