તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th December 2025
ધ્રોલના કાતડામાં જમવા બાબતે પિતાએ ઠપકો દેતાં ૧૫ વર્ષની ઉષાનો આપઘાત
મુળ દાહોદનો પરિવાર ખેત મજૂરી કરે છેઃ દિકરીના મોતથી ગમગીની

રાજકોટ તા. ૫: જામનગર જીલ્લાના ધ્રોલ તાબેના કાતડા ગામે વાડીમાં રહી મજૂરી કરતાં મુળ દાહોદના પરિવારની ૧૫ વર્ષની દિકરીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં મજૂર પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ ધ્રોલના કાતડા ગામે પરષોત્તમભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ દાહોદના સુકરમભાઇ ગણાવાની દિકરી ઉષા (ઉ.વ.૧૫)એ પાંચેક દિવસ પહેલા વાડીએ ઝેરી દવા પી લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અને અહિથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બાદમાં ફરીથી રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. અહિ તેનું મોત થયું હતું.
હોસ્પિટલ ચોકીના અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ પરમાર, પ્રતાપભાઇ, ધર્મેન્દ્રભાઇ, રવિભાઇએ જાણ કરતાં ધ્રોલ પોલીસે કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર ઉષા ત્રણ બહેન અને એક ભાઇમાં મોટી હતી. તે જમવા બેસતી ન હોઇ તેના પિતા સુકરમભાઇએ તેણીને ઠપકો આપતાં માઠુ લાગી જતાં દવા પી લીધાનું જણાવાયું હતું. (૧૪.૬)
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
