<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

ધારી પંથકમાં માનસિક અસ્‍વસ્‍થ સગીરાએ વિજ થાંભલા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. પઃ ધારી તાલુકાના રામપરા ગામે ભનુભાઈ રામભાઈ સુતરીયાની વાડીએ ચલાલા જવાના રસ્‍તે મુળ રાજસ્‍થાનના કાજલીયા તા.આનંદપીરની કમળાબેન મોહનભાઈ પારગી ઉ.વ. ૧૭ છેલ્લા પાંચ વર્ષની માનસિક અસ્‍વસ્‍થ હોય.તેમણે તા. ૨-૧૨ ના સાંજના ખેતરમાં આવેલ પીજીવીસીએલના થાંભલા વચ્‍ચે પાઈપનો ટુકડો લગાવેલ હોય.ત્‍યાં પોતે પોતાની મેળે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ જતા મોત નિપજયાનું સુરેશભાઈ મોહનભાઈ પારગીએ ચલાલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

અમરેલી જીલ્લામાં બે સ્‍થળે દેશી દારૂના દરોડા

જીલ્લામાં જુદા જુદા સ્‍થળોએ પાંચ શખ્‍સો નશો કરી રાજાપાઠમાં ઝડપાયા

અમરેલી જીલ્લામાં પોલીસે જુદા જુદા બે સ્‍થળે દેશી દારૂના દરોડા પાડી મુદામાલ કબ્‍જે કર્યો હતો.જયારે આરોપીઓ રેઈડ દરમ્‍યાન હાજર મળી આવેલ નહી.દામનગર તથા ધામેલ ગામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.જયારે જીલ્લામાં જુદા જુદા સ્‍થળોએ પાંચ શખ્‍સોને નશો કરી રાજાપાઠમાં નીકળતા જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. જેમાં બાબરા, અમરેલીસીટી, વડિયા,અને સાવરકુંડલા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઉચૈયા ગામે પરીણીતાએ ઝેરી દવા પીધી

રાજુલા તાલુકાના ઉચૈયા ગામે રહેતી પરીણીતા કોઈ અગમ્‍ય કારણોસર પોતે પોતાની કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા સારવાર માટે દવાખાને ખસેડાયાનું રમેશભાઈ કરશનભાઈ બાબરીયાએ જાહેર કરેલ છે.

ઉંચૈયા ગામે  પરીણીતાએ  ફીનાઈલ પીધું

રાજુલા તાલુકાના ઉંચૈયા ગામે રહેતી પરીણીતાના પતિ ઉપર ઉંચેયા ગામની દિકરી તેના સાસરે માલકનેસ ગામેથી લઈને ભાગી ગયેલ હોવાનો પતિ ઉપર આક્ષેપ કરેલ હોય.જે બાબત ચાલતી હોય.જેથી પરીણીતાને મનમાં લાગી આવતા પોતે પોતાની મેળે ફીનાઈલ પી જતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.

(11:03 AM IST)