News of Friday, 5th December 2025
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાના નામનું ફેક ઈન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યાની ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૫ :..જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાના નામનું અજાણ્યા શખ્સે ફેક ઈન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યાની ફરિયાદ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
જૂનાગઢમાં મજેવડી દરવાજા પાસે આવેલ વનરાજ ફુડ ફેક્ટરીમાં રહેતા અને મૂળ ધણફુલીયા ગામના હર્ષભાઇ લાલજીભાઇ ગોઠીએ બે અજાણ્યા મોબાઈલ ફોન ધારક સામે ધારાસભ્ય સંજય કોરડીયાના નામનું અજાણ્યા શખ્સે ફેક ઈન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યાની ફરિયાદ ગઈકાલે કરતા બી ડિવિઝન પોલીસે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, જે તે સમયના મોબાઈલ ફોન ના ધારક અજાણ્યા ઈસમે ગઈ તારીખ ૬ જુલાઈના રોજ જુનાગઢ જીલ્લાના ૮૬-ધારાસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રી સંજયભાઇ કે.કોરડીયાની ઈમેજને નુકશાન કરવાના અથવા કોઇ માહીતી મેળવવા અથવા કોઇ વ્યકતિ સાથે છેતરપીડી કરવાના ઈરાદે તેઓના નામનું ફેક ઈન્સ્ટાગ્રામ આઇ.ડી. બનાવી સંજય કોરડીયાના ફોટાનો ઉપયોગ કર્યો હોવાનું જણાવ્યું હતું.
આ ફરિયાદ આધારે બી ડિવિઝન પોલીસે અજાણ્યા મોબાઈલ ફોન ધારક સામે ઈન્ફર્મેશન ટેકનોલોજી એકટ વગેરે મુજબ ગુનો નોંધી ઇન્ચાર્જ પીઆઇ વી. જે. સાવજે તપાસ હાથ ધરી હતી. (પ-૧૧)
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
