News of Friday, 5th December 2025
ઉપલેટા પોલીસે અકસ્માત કરી નાસી છુટેલ વાહન ચાલાકને ઝડપી લીધો

રાજકોટ તા. પઃ ઉપલેટા પોલીસે અકસ્માત કરી નાસી છુટેલ વાહન ચાલાકને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.
ફરીયાદી નરેશભાઈ હનબહાદુર સોની રહે. ઇસ્કોર્ન પાર્ક, ઉપલેટાવાળા તથા તેની બન્ને દિકરીઓ એમ ત્રણેય ગઇ તા.૨૮/૧૧/૨૦૨૫ રોજ ના રાત્રિના પોતાનું મોટર સાયકલ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ જેના રજીસ્ટર નં.GJ-03-JD-4121 વાળુ લઈને પોતાના ઘરેથી તેના મામાના દિકરાના ઘરે જતા હતા ત્યારે ઉપલેટા કોલકી રોડ લાભ-શુભ એપાર્ટમેન્ટ પાસે પહોંચતા ત્યારે કોઇ અજાણ્યા ફોર વ્હીલ ચાલકે તેનુ વાહન ગફલતભરી રીતે અને બેફીકરાઇથી પુરપાટ ઝડપે ચલાવીને ફરીયાદીના મો.સા. ના સામે ઠોકર મારી ત્રણેયને ઇજા કરી નાસી છુટયાની ફરીયાદ થતા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા ધોરાજી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજ એ ઉપરોકત અન ડિટેકટ ગુનો ડિટેકટ કરવા સુચના આપેલ હોય જે આધારે ઉપલેટા પોલીસ ઈન્સ્પેકટર બી.આર.પટેલ ના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમોએ બનાવ સ્થળ નજીક તથા ઉપલેટા વિસ્તારના એન્ટ્રી એન્જીટ ના અલગ અલગ ૨૦ સ્થળના CCTV એકિસડન્ટ કરી નાશી જનાર ફોરવ્હિલ ચાલક રતીભાઈ મોહનભાઈ સખીયા રહે.અરણી ગામ, તા.ઉપલેટાવાળાને ALTO ફોરવ્હિલ જેના રજી. નં.GJ-06-DB-4103 સાથે શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.
આ કાર્યવાહી ઉપલેટાના એ.એસ.આઈ. એ.યુ.પરમાર, એ.એસ.આઈ. આર.બી.ચૌહાણ, પો.કોન્સ, મનદીપસિંહ જાડેજા, પો.કોન્સ. વિમલભાઈ બામણીયા, પો.કોન્સ. કીશનભાઈ મેર તથા આઈ.ટી. એકસપર્ટ સહદેવસિંહ ચુડાસમા દ્વારા કરવામા આવેલ છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
