<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

જેતપુરની કર્મ ક્રિકેટ એકેડમી દ્વારા આયોજિત કર્મ કપ અંડર-૧૯ ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સીપી એકેડમી ભાવનગર વિજેતા

 

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. પઃ જેતપુર ની કર્મ ક્રિકેટ એકેડમી દ્વારા કાગવડ ખાતે કર્મ કપ અંડર-૧૯ ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં સૌરાષ્ટ્ર ની નામાંકિત ૧૨ ક્રિકેટ એકેડમીની ટીમો એ ભાગ લીધો હતો. કર્મ ક્રિકેટ એકેડમી ના કોચ હુનેજ પઠાણ અને તેમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.જેમાં રાજકોટ ની વાઇ.બી.સ્પોર્ટ્સ એકેડમી અને ભાવનગર ની સીપી એકેડમી વચ્ચે ફાઈનલ રમાયો હતો.

આ મેગા ફાઈનલ માં વાઇ.બી. સ્પોર્ટ્સ - રાજકોટ ની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી હતી. જેમ પ્રથમ દાવમાં રાજકોટની ટીમે ૧૫૩ રન  કર્યા હતા. જેમાં કેપ્ટન શ્લોક નાણાવટી ૪૯ રન અને રાઘવેન્દ્ર જાડેજા એ મહત્વના ૩૮ રન નોંધાવ્યા હતા. જવાબમાં સીપી એકેડમી ભાવનગરે આ રન નો પીછો કરતા ૧૫૩ રન કરી ઓલ આઉટ થઇ હતી અને આ રોમાંચક મેચ ટાઇ થયો હતો.

જે બાદ સુપર ઓવર માં સી.પી.એકેડમી ભાવનગર એ ૨૦ રન કર્યા હતા. તેમજ આ ટાર્ગેટ નો પીછો કરતા વાઇ.બી.સ્પોર્ટ્સ- રાજકોટ ૩ રન માં ૨ વિકેટ ગુમાવી હતી અને સી.પી.એકેડમી ચેમ્પિયન બની હતી.

ત્યારબાદ કર્મ ક્રિકેટ એકડમી દ્વારા બધા ખેલાડીઓને ટ્રોફી અને ગિફટ આપી પ્રોત્સાહિત કરવાં આવ્યા .જેમાં  રાજકોટ ના શ્લોક નાણાવટી મેન ઓફ ધ સિરીઝ થયો જેમને લેગ ગાર્ડ અને ટ્રોફી  આપવામાં આવી હતી  તેમજ બેસ્ટ બેટર ઝૈદ બાંભણીયા ને બેટિંગ ગ્લોવ્ઝ અને ટ્રોફી આપવામાં આવી અને ૨૨યાર્ડ એકેડમી- રાજકોટના  બોલર હર્ષિલ દેસાઈને શુઝ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. તેમજ  જેતપુર સ્પોર્ટસ એસોસિએશન પ્રમુખ મિતેષ ચૌહાણ અને કર્મ એકેડમી ના કોચ હુનેજ પઠાણ  દ્વારા વિજેતા ટીમ ને ચેમ્પિયન ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

(1:29 PM IST)