<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

જૂનાગઢ મહાપાલિકા દ્વારા સ્ટેટ કલીન એર એકશન પ્લાન કાર્યરત

 

મેયર ધર્મેશ પોંશીયાના હસ્તે વિમોચનઃ (વિનુ જોશી દ્વારા) જૂનાગઢઃ શહેરી વિકાસ વર્ષ - ૨૦૨૫ અંતર્ગત સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્ય સરકારશ્રી દ્વારા સ્ટેટ કલીન એર પ્રોગ્રામ  અમલમાં મૂકવામાં આવેલ છે.જે અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરીજનોને મૂળભૂત સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર તથા ભારત સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ કામગીરી થઈ રહેલ છે. તેમજ શહેરમાં અવિરત વિકાસ સાથે શહેરીજનોને સ્વસ્થ તથા સ્વચ્છ હવા મળી રહે તે ધ્યાને લઈ મેયર ધર્મેશ ડી. પોંશીયાના  હસ્તે તેમજ કમિશનર તેજસ પરમાર,ડે.મેયર આકાશભાઈ કટારા, નાયબ કમિશનરડી.જે.જાડેજા તથા જયેશ પી.વાજા, ચીફ ઓડીટરઆર.આર.રાવલીયા,કાર્યપાલક ઈજનેર(વોટર વર્કસ) અલ્પેશભાઈ ચાવડા  ઉપસ્થિતિમાં સ્ટેટ કલીન એર એકશન પ્લાનનું વિમોચન કરવામાં આવ્યું હતું. સ્ટેટ કલીન એર પ્રોગ્રામ  અંતર્ગત જુનાગઢ શહેરમા વાયુ-પ્રદૂષણ નિવારણ અર્થે હવાની ગુણવત્તા સુધારવા માટે જુનાગઢ શહેરમા વોલ-ટુ- વોલ રોડ,પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સુદૃઢ બનાવવા ભ્પ્ ચ્-ગ્શ્લ્ની કામગીરી સબબ જુનાગઢ શહેરમા બસ ર્ચાજિંગ ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતની કામગીરી શહેરમાં ઘન-કચરાના દહન કામગીરીને નિયંત્રણ તેમજ ઘન-કચરા નિકાલ વ્યવસ્થાપનથી વાયુ પ્રદૂષણને નિયંત્રણ માટે સોલીડ વેસ્ટ વિભાગ હસ્તકના હાજીયાણી બાગ ટ્રાન્જીસ્ટ પોઈન્ટ ખાતે રીફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન ની કામગીરી હાથ ધરવામાં આવશે.તેમજ શહેરમાં લીલોતરી વધારવા અર્થે મહાનગર પાલિકા,જુનાગઢના વિવિધ પ્લોટમાં વૃક્ષા રોપણ અને ગાર્ડનની કામગીરી કરવામાં આવશે.

(1:34 PM IST)