<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

કેશોદમાં ૧૪ાા લાખના ૬૬ ફોન અને ચાર લાખ રોકડાની મોબાઇલ શોપમાંથી ચોરી

મેઈન રોડ પર જ તસ્કરો ૪૦ મિનિટમાં ખેલ પાડી પલાયન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ તા. ૦૫, કેશોદમાં જુનાગઢ રોડ પર આવેલ સ્વામી લીલાશા પાર્કમાં રહેતા સંજયકુમાર શ્યામભાઇ રાયસીંગાણીની સાંઇ રામ મોબાઈલ નામની  દુકાન કેશોદમાં તાલુકા પંચાયત સામે મેઇન રોડ પર આવેલ છે. ગઈકાલે વેપારી પોતાની દુકાન ખોલવા ગયા હતા ત્યારે દુકાનના ખરાબ હાલત જોઈ ચોરી થયાનું માલૂમ પડ્યું હતું.

રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ દુકાનમાં ઙ્કવેશી તસ્કરો રૂપિયા ૧૦,૨૯,૭૪૮ની કિંમતના ૬૬ મોબાઈલ ફોન અને ઇયર બર્ડ  ઉપરાંત રૂપિયા ૩.૯૭ લાખની રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧૪,૨૮,૭૪૮ની માલમતાની ચોરી કરી નાસી ગયા હતા.

ચોરીની સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં એક શખ્સ ચોરીને અંજામ આપી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. ચોરીના બનાવ અંગે પોલીસે વેપારીની ફરિયાદ લઈ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી

(1:36 PM IST)