<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

સંતોએ કણકણ અને ક્ષણક્ષણનો ભગવત કાર્યમાં ઉપયોગ કરવો જોઇએઃ જૂનાગઢમાં સંત શિબીર

રાજકોટ ગુરૂકુલની વિવિધ શાખાના ર૦૦ સંતોની શિબીરમાં દેવપ્રસાદદાસજી સ્વામીનો ઉપદેશ

રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુલની વિવિધ શાખાઓના સંતોની જૂનાગઢમાં યોજાયેલ શિબીર પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. પ :.. સંતોએ કણેકણ અને ક્ષણેક્ષણનો ભગવત કાર્યમાં ઉપયોગ કરવો જોઇએ.

એમ  મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીએ કહ્યું હતું. રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સંતોની જૂનાગઢમાં યોજાએલ સંત શિબિરમાં વાત કરેલ હતી.

 શ્રીપ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની દેશવિદેશની ૬૭ શાખાઓ છે. કોઈપણ જાતની અપેક્ષા વિના  ૨૭૫ સંતો ગુરૂવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞામાં રહીને શૈક્ષણિક, સામાજિક અને આધ્યાત્મિક સેવા પ્રવૃત્તિઓ કરતા હોય છે. તેઓના જીવન સાધુતા અને આત્મીયતા સભર બની રહે તેના માટે દર વર્ષે બે વખત એકાદ શાખામાં ઉપસ્થિત થઈ જીવન જીવવાના પાઠ શીખતા હોય છે.

ે દતાત્રેય જયંતી અને પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણનું વહેલી સવારે વૈદિક મંત્રો દ્વારા પૂજન અર્ચન કરાયું. તથા પંચામૃત સાથે વિવિધ ફળોના રસ તથા ફૂલ પાંખડીઓથી જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના મહંત શ્રી જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામી, શ્રી ધર્મવલ્લભદાસજી , શ્રી નારાયણ-સાદ સ્વામી, શ્રી ઘનશ્યામ સ્વામી વગેરે વડિલ  સંતોએ અભિષેક કરેલ .      વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવનારા અને પરીક્ષા લેનારા સંતોએ પણ જ્ઞાન વૃદ્ધિ અને અધ્યાત્મ આત્મખોજ અર્થે આ શિબિરમાં પરીક્ષાઓ આપેલ હતી. (

(1:40 PM IST)