<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

જૂનાગઢના માંગરોળ ખાતે શીલ વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો : 48 લાખના મુદામાલ સાથે ચાર પકડાયા

શ્રીગણેશ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળ્યો: કુલ 334 પેટી દારૂ જપ્ત

જૂનાગઢના માંગરોળ ખાતે શીલ વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાતા હલચલ મચી ગઈ છે. બાતમીના આધારે જૂનાગઢ LCB દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન શ્રીગણેશ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળ્યો હતો. પોલીસે કુલ 334 પેટી દારૂ જપ્ત કરી હતી, તેમજ ગોડાઉન નજીકથી ટ્રેક્ટર, મોંઘી કાર અને એક બાઈક પણ મળી આવી હતી. કુલ ₹48 લાખના મુદ્દામાલ સાથે પોલીસએ ગોડાઉન માલિક સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.

 



 

(6:47 PM IST)