<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

ખોબા જેવડા કુકાવાવ ગામમાં જોશી પરિવારની દીકરીના શુભલગ્ન પ્રસંગે સમાજને નવો સંદેશ

આ પ્રસંગે દીકરી લગ્ન મંડપમાં આવેલ ત્યારે હાજર સર્વે વડીલો દ્વારા પોતાના બન્ને હાથે કંકુના હાથથી આશીર્વાદ આપેલ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : મોટી કુકાવાવ જીલ્લો અમરેલી જિલ્લાના કુકાવાવ ગામે એક વિપ્ર.પરિવાર જોશી પરિવારના મનોજકુમાર રમણિકભાઈ જોશી (શિક્ષક)ભાગવત કથાકાર અને કુંદનબેનની લાડલી દીકરી તથા કિરીટભાઈ જોશી તથા રેખાબેનની ભત્રીજી કુ.રુચાબેન(એમ.એસ.સી.બીએડ.ના લગ્ન રાજકોટ નિવાસી શ્રીમતી વંદનાબેન તથા અતુલકુમાર ચુનીલાલ પંડિયાના પુત્ર યશકુમાર (એમ.એસ.સી.લેબ. ટેક્નિશિયન) સાથે અનોખી રીતે તા.૦૫/૧૨/૨૫ ના રોજ ઉજવવામાં આવેલ હતા જેમાં દીકરીને તેના પરિવારના ભાઈઓ દ્વારા લગ્નમંડપમાં પોતાની હથેળી ઉપર ચલાવી લાવવામાં આવેલ હતી આ પ્રસંગે દીકરી લગ્ન મંડપમાં આવેલ ત્યારે હાજર સર્વે વડીલો દ્વારા પોતાના બન્ને હાથે કંકુના હાથથી આશીર્વાદ આપેલ તેના આશીર્વાદ સાથે મંડપમાં આવેલ હતી.

આ પ્રસંગે સંપુર્ણ શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર સાથે ભાતીગળ લગ્ન ગીતો સાથે લગ્નવિધિ કરવામાં આવેલ હતી જેમાં સમાજને નવો રાહ ચીંધવા માટે લગ્ન સમયે જ  વરવધુના મેરેજ તલાટી મંત્રી કટારીયાભાઈ  તથા ગામના સરપંચ સંજયભાઈ લાખાણી (નિવૃત આર્મીમેન)ની હાજરીમાં વડીલોના આશીર્વાદ સાથે સંપન્ન કરવામાં આવેલ હતા લગ્ન નોંધણી સરકારે ફરજીયાત બનાવી છે ત્યારે લોકોમાં આ બાબતની જાગૃતતા આવે અને લગ્ન સમયે જ લગ્નની નોંધણી થઈ જાય તે માટે કન્યાના પિતા મનોજભાઈએ લગ્ન સમયે જ લગ્ન નોંધણી થાય તે જરૂરી હોય જેથી પાછળથી ખોટી દોડધામ ન થાય અને લગ્ન નોંધણીના પ્રમાણપત્રની શુ જરૂરિયાત અને ક્યાં જરૂરત પડે છે તે અંગેની સમજ આવે તે માટે ખોબા જેવડા કુકાવાવ ગામમાં પણ લગ્ન સમયે જ લગ્ન નોંધણી કરાવવાની પહેલ કરી સમાજમાં દાખલો બેસાડેલ હતો.


 

(8:18 PM IST)