News of Friday, 5th December 2025
ઉપલેટાથી ભીમોરા સુધીનો 22 કિલોમીટરનો રસ્તો બિસ્માર હાલતમાં :રોડ પર ઠેર-ઠેર ખાડા અને ધૂળ
ઉપલેટાથી હાડફોઈ, સમઢીયાળા, કુંઢેચ, ભીમોરા, લાઠ, તલગણા, પાટણવાવ સહિતના ગામમાં રસ્તાની હાલત અતિશય ખરાબ હોવાથી વાહન ચાલકો પરેશાન

રાજકોટ ગ્રામ્યમાં આવેલા ઉપલેટામાં રસ્તાના કોઈ ઠેકાણા નથી. ઉપલેટાથી ભીમોરા સુધીનો અંદાજે 22 કિલોમીટરનો રસ્તો બિસ્માર હાલતમાં છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડા અને ધૂળ જોવા મળી રહી છે. આ રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય ફેલાતા અને ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે.
ઉપલેટાથી હાડફોઈ, સમઢીયાળા, કુંઢેચ, ભીમોરા, લાઠ, તલગણા, પાટણવાવ સહિતના ગામમાં રસ્તાની હાલત અતિશય ખરાબ હોવાથી વાહન ચાલકોના સમયનો પણ વેડફાટ થઈ રહ્યો છે. ગ્રામજનોનો દાવો છે કે અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ આવતું નથી… ત્યારે મજેઠી ગામના સરપંચે પણ તાત્કાલિક રસ્તાનું સમારકામ થાય તેવી માગ કરી છે.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
