News of Saturday, 6th December 2025
ધ્રાંગડા ગામના પાટિયા પાસેથી પોણા બે લાખનો દારૂ ઝડપાયો
જામનગર હાઈવે પર LCBનું સફળ ઓપરેશન : ૫૨૮ નંગ બોટલ, ફીગો કાર અને મોબાઈલ ફોન કબ્જે

ધ્રોલ- જામનગર તા.૬: પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ના આદેશ બાદ જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચએ પ્રોહીબીશનની પ્રવળત્તિઓ પર જોરદાર પ્રહાર કર્યો છે. LCBની ટીમે જામનગર-રાજકોટ હાઈવે પર પેટ્રોલીંગ દરમિયાન મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસ વિગતો મુજબ LCBના પી.એસ.આઈ. સી.એમ. કાંટેલીયા અને પી.એન. મોરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના મયુરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા અને રૂષિરાજસિંહ વાળાને મળેલ બાતમીના આધારે ધ્રાંગડા ગામના પાટીયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ વોચ દરમિયાન ફીગો કાર નં જીજે-૦૩- ડીએન- ૯૪૦૦ ને રોકવામાં આવતા તેમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કારમાં સવાર આરોપી રવીરાજસિંહ સદુભા જાડેજા (રહે. ખંભાળીયા)ને દબોચી લીધો હતો. તેની પાસેથી કુલ ૫૨૮ બોટલો (કિ. રૂ. ૧,૮૪,૩૦૦/-), દારૂની હેરફેર માટે વપરાયેલી ફીગો કાર (કિ. રૂ. ૩,૦૦,૦૦૦/-) અને એક મોબાઈલ ફોન (કિ. રૂ. ૫,૦૦૦/-) મળીને કુલ રૂ. ૪,૮૯,૩૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પકડાયેલા આરોપી રવીરાજસિંહ જાડેજા વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. વધુ તપાસમાં આ દારૂનો જથ્થો મંગાવનાર નારણભાઇ આલાભાઇ ડેર (રહે. નાવદ્રાગામ, તા. કલ્યાણપુર) અને દારૂ સપ્લાય કરનાર ચંદ્રસિંહ સોલંકી (રહે. બહુચરાજી, જી. મહેસાણા)ના નામ ખુલ્યા છે. LCBએ આ બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઈ. પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર, કિશોરભાઇ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અજયભાઇ વીરડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
