<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

બગસરાના હાલરીયા ગામે બંધ મકાનને નિશાન બનાવતા તસ્‍કરો

દરવાજાના તાળા તોડી કબાટમાંથી રૂા. ૫૦ અને ૫૦૦ ના દરની રૂા. ૨૦ હજારની ચોરી

અમરેલી તા.૬: બગસરા તાલુકાના હાલરીયા ગામે રહેતા દિનેશભાઈ કાનજીભાઈ કોરાટ ઉ.વ.૬૧ ના રહેણાંક મકાનમાં કોઈ તસ્‍કરોએ ગેરકાયદેસર મકાનમાં પ્રવેશી ડેલીના તાળા તોડી રૂમના દરવાજાના તાળા તોડી રૂમમાં રાખેલ કબાટમાંથી ભારતીય ચલણની અલગ અલગ દરની નોટો જેમાં રૂા.૫૦ ના દરની તથા ૨૦૦ ના દરની તથા ૫૦૦ ના દરની એમ અલગ અલગ કુલ રૂા. ૨૦,૦૦૦ ની ચોરી કરી ગયાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બાબરાની સીમમાં ખેતરમાંથી ૩૦૦ ફુટ કેબલ વાયરો ચોરાયો!

બાબરાની સીમમાં નાથુભાઈ ઘોહાભાઈ બસીયાના ખેતરમાં તા.૨-૧૨-૨૫ ના ૧૦:૩૦ થી તા. ૩-૧૨-૨૫ ના ૯:૦૦ દરમ્‍યાન કોઈ તસ્‍કરોએ પ્રવેશ કરી ખેતરમાંથી પાણીની મોટરનો ૧૦એમ.એમ.નો પટી કેબલ વાયર ૩૦૦ ફુટ રૂા. ૧૦,૦૦૦ ની કિંમતનો ચોરી કરી લઈ ગયાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

(10:36 AM IST)