News of Saturday, 6th December 2025
દેવતણખી ધામ મજેવડી ખાતે પિત્રોડા પરિવાર આયોજિત પ્રથમ સ્નેહમિલન સંપન્ન
૨૪ અટક ધરાવતા લુહાર સમાજને એક તાંતણે જોડવાનો પ્રયાસ ફ્રોમ

ધોરાજી,તા.૦૬: સમસ્ત વિશ્વમાં વસતા પિત્રોડા પરિવારને એકજૂથ કરી ભાઈચારા અને એકતાની ભાવના કેળવાય એવા શુભ હેતુસર મજેવડી દેવતણખી ધામ ખાતે પિત્રોડા પરિવાર આયોજિત પ્રથમ સ્નેહમિલન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું હતું.
સમારોહમાં લુહાર સુથાર સમાજનાં વિવિધ મંડળના ટ્રસ્ટીશ્રીઓ ,લુહાર કુળના અભિન્ન અંગના કાર્યરત ટ્રસ્ટનાં પ્રતિનિધિઓ તેમજ લુહાર કુળની ચારેય ધાર્મિક સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ , ,સ્થાનિક જ્ઞાતિજનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.ગોંડલના રાજેશભાઈ પિત્રોડા ના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સ્નેહમિલન સમારોહમાં બહારથી પધારેલ મેહમાનોને આવકાર આપી સમારોહની શરૂઆત ઇષ્ટદેવશ્રી વિશ્વકર્મા દાદાના દિપ પ્રાગટ્યથી કરવામાં આવી. પિત્રોડા પરિવાર સ્નેહમિલન સમારોહની શરૂઆતમાં આમંત્રિત મેહમાનોને મંચસ્થ કરાવી તેઓનું પુષ્પગુચ્છ અને ખેસ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.
સમારંભમાં કાંતિભાઈ પીઠવા મેનેજિગ ટ્રસ્ટી અમદાવાદ જ્ઞાતિ હિતેચ્છુ મંડળ તથા પીઠવા ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ હસમુખભાઈ સોલંકી અમદાવાદ - નિલકંઠ એન્જીનીયરીંગ (જોઈન્ટ મેનેજિગ ટ્રસ્ટી, અમદાવાદ જ્ઞાતિ હિતેચ્છુ મંડળ ) વલ્લભભાઈ ટી. પરમાર સુરત-લુહાર હિતેચ્છુ મંડળ ટ્રસ્ટ તથા દેવતણખી ધામ ટ્રસ્ટી દેવતણખી ધામ મજેવડી ના પ્રમુખ શાંતિભાઈ ગોહેલ તથા દેવતણખી ધામ મજેવડીના ઉપપ્રમુખ રાજેશભાઈ પિત્રોડા સુરેશ્વર ટ્રસ્ટ ગોંડલ
પિત્રોડા પરિવાર અધ્યક્ષ નાથાભાઈ પિત્રોડા અમદાવાદ પિત્રોડા પરિવાર ગ્રુપ સ્થાપક
મયુરભાઈ એમ પિત્રોડા - એડવોકેટ અને પિત્રોડા પરિવાર ગૃપ સ્થાપક મોરબી રાજેશભાઈ પિત્રોડા સુરત - સમસ્ત પિત્રોડા પરિવાર ગૃપ સ્થાપક બોખીરાધામના પ્રમુખ અશોકભાઈ સિધ્ધપુરા તથા બોખીરાધામ ટ્રસ્ટીઓ
પ્રમુખ જે.પી. રાઠોડ સતી લોયણ માં આટકોટ ધામ તથા આટકોટ ધામના ટ્રસ્ટીઓ રાજેશભાઈ ડોડીયા - LYS-SS સિંહસ્થ સેના LCB (લુહાર ક્રાઇમ નિવારણ બોર્ડ) રાષ્ટ્રીય ચેરમેન તેમજ અશોકભાઈ પીઠવા વલ્લભ વિદ્યાનગર જ્ઞાતિ મંડળના ટ્રસ્ટીશ્રી,LYS-SS સિંહસ્થ સેના શિક્ષણ/કલા/કૌશલ્ય સમિતિ રાષ્ટ્રીય ચેરમેન તથા પીઠવા ચેરીટેબલ ટ્રસ્ટનાં સક્રિય કાર્યકર પિયુષભાઈ લુહાર મહુવા લુહાર જ્ઞાતિ સમાજ ટ્રસ્ટી અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ,ધોરાજી તથા લુહાર સમાજ અગ્રણી શાંતિલાલ કારેલિયા, મનોજભાઈ પિત્રોડા નખત્રાણા -કચ્છ જિલ્લા , લુહાર અગ્રણી અશ્વિનભાઈ ચૌહાણ સાથે મજેવડી દેવતણખી ધામના ટ્રસ્ટી રમેશભાઈ કારેલીયા પ્રવીણભાઈ કારેલીયા જગદીશભાઈ કારેલીયા વિવિધ લુહાર જ્ઞાતિ મંડળના ટ્રસ્ટીઓ અને લુહાર સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
આ સમયે રાજેશભાઈ પિત્રોડા , કાંતિભાઈ પ્રાગજીભાઇ પીઠવા ( કોનાર્ક ), અશોકભાઈ સિધ્ધ્પુરા , જે.પી.રાઠોડ, અશોકભાઈ પીઠવા, શાંતિલાલ ગોહિલ કિશોરભાઈ રાઠોડ વિગેરે દ્વારા પ્રવચનમાં ૨૪ અટક ધરાવતા લુહાર સમાજને એક તાતણે જોડવાનો પ્રયાસ સાથે આગામી દિવસોમાં લુહાર સમાજનું મહામંડલ બનાવવાનો સંકલ્પ કર્યો હતો.
મહિલા વિભાગમાંથી શ્રીમતી મેઘાબેન પીઠવા રાજકોટ નયનાબેન નાથાભાઈ પિત્રોડા અમદાવાદ, સ્મિતાબેન કિશોરભાઈ રાઠોડ ધોરાજી જયશ્રીબેન હંસોરા ગોંડલ વિગેરે મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહનુ સફળ સંચાલન લુહાર સમાજના જાણીતા એન્કર પિયુષભાઈ લુહાર દ્વારા કરવામાં આવેલ
આ સમારોહને સફળ બનાવવા ગોંડલના રાજેશભાઈ પિત્રોડા , અમદાવાદના નાથાભાઈ પિત્રોડા, મોરબીના મયુરભાઈ , સુરતના રાજુભાઇ, નખત્રાણાના મનોજભાઈ તથા સમસ્ત ગુજરાતનાં પિત્રોડા પરિવારના ભાઈઓએ ભારે જેહમત ઉઠાવી હતી. સમારોહમાં ગુજરાત ભરમાંથી પિત્રોડા પરિવારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
