News of Saturday, 6th December 2025
ચિતલીયાથી જસદણ રોડનું ખાતમુહૂર્ત કરતાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

આટકોટ :.. ચિતલીયા થી જસદણ જવા માટે હવે વાહનચાલકો ને મુશ્કેલીનો અંત આવશે સારો રોડ બનશે જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા નાં હસ્તે કરવામાં આવ્યું હતું ગામનાં સરપંચ અશોકભાઈ બથવાર, મનસુખભાઇ તથા ભાવેશભાઈ વેકરીયા મામલતદાર સહિત ગામનાં આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા. ચિતલીયા મુકામે રૂા. ૨૦૦ લાખના ખર્ચ નિર્મિત થનાર ચિતલીયા-જસદણ રોડ રીસર્ફેસ રોડના કામનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સંપન્ન થયું. આ રોડનું નિર્માણ થતાં આસપાસ વિસ્તારના વાહન ચાલકોને અવરજવરમાં સરળતા અને પાક્કા રસ્તાની સુવિધા પ્રાપ્ત થશે. ગામના લોકો એ કુંવરજીભાઈ બાવળીયા નો આભાર માન્યો હતો રોડનું કામ ટૂંક સમયમાં જ ચાલુ કરવામાં આવશે ત્યારે આટકોટ થી ચિતલીયા રોડ જે પણ ટૂંક સમયમાં જ બનશે એવું જાણવા મળ્યું છે. (તસવીરો : કરશન બામટા આટકોટ)
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
