<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

પડધરી પાસે કારખાનામાંથી ૨૭.૫૫ લાખની રોકડની ચોરી

એરકોન ઇન્‍ડીયા નામના કારખાનામાંથી ૪ તસ્‍કરો રોકડ અને લેપટોપ સહિત ર૭.પપ લાખની મતા ઉસેડી ગયા : તસ્‍કરો સીસીટીવીમાં કેદ

રાજકોટ, તા., ૬ : પડધરી પાસે કારખાનાની ઓફીસમાંથી તસ્‍કર ટોળકી ર૭.૧૦ રોકડ અને લેપટોપ સહિત ર૭.પપ લાખની મતા ચોરી કરી ગઇ હતી. ચારેય તસ્‍કરો સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના ઉકરડા   રોડ પર આવેલ એરકોન ઇન્‍ડીયા નામના કારખાનામાં તસ્‍કર ટોળકીએ પ્રવેશી ઓફીસના ખાનામાં પડેલ ર૬.૪૭ લાખની રોકડ રકમ તથા ટેબલના બીજા ખાનામાં પડેલ આઇપેડ કિંમત ર૦,૦૦૦ અને એર કિંમત ર૦,૦૦૦ તથા બંધ લેપટોપ કિંમત પ૦૦૦, ચોરી કરી ગયા હતા. તેમજ એકાઉન્‍ટ ઓફીસમાંથી હિરેનગીરી ગોસ્‍વામીના ખાનામાં પડેલ ૬૩,૦૦૦ ની રોકડ સહિત કુલ ર૭.પપ લાખની મતા ચોરી કરી ગયા હતા.

ચોરીના બનાવ અંગે કારખાનાના સુપરવાઇઝર મહેન્‍દ્રભાઇ રાજપરાએ કારખાનાના માલીક હર્ષીતભાઇ પ્રહલાદભાઇ કાવર રહે. નચીકેતન ૧-અ ગુલાબવાટીકા, અમીનમાર્ગ રાજકોટને જાણ કરતા તેઓ કારખાને દોડી આવ્‍યા હતા અને ઓફીસનો દરવાજો તુટેલ હાલતમાં જોતા તપાસ કરતા ર૭.૧૦ લાખની રોકડ રકમ  અને લેપટોપ સહિતની વસ્‍તુઓ તસ્‍કરો ચોરી કરી ગયાનું ખુલ્‍યું હતું. કારખાનેદાર હર્ષીતભાઇએ તેના કારખાનાના સીસીટીવી ફુટેજ ચકાસતા ચાર શખ્‍સો કારખાનામાં પ્રવેશી ઓફીસનો દરવાજો તોડી ચોરી કર્યાનું ખુલ્‍યું હતું. 

આ અંગે કારખાનેદાર હર્ષીતભાઇ કાવરે અજાણ્‍યા ઇસમો સામે ફરીયાદ કરતા પડધરી પોલીસે ગુન્‍હો દાખલ કરી તસ્‍કર ટોળકીની શોધખોળ હાથ ધરી છે. 

(12:41 PM IST)