તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 6th December 2025
સાસણગીરના કમલેશ્વર ડેમ પાસે પાણીમાંથી પસાર થતી સિંહણ અને બે બાળસિંહનો વીડિયો વાયરલ
સિંહણ પાણીમાંથી પસાર થતી હોય છે અને તેના પગલે પગલે બંને સિંહબાળ પણ પાણીમાંથી બહાર નીકળીને ગયા

જૂનાગઢમાં સાસણગીરના કમલેશ્વર ડેમ વિસ્તારનો એક મનમોહક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક સિંહણ તેના બે નાનકડા બાળસિંહ સાથે જોવા મળી રહી છે, જ્યાં સિંહણ પાણીમાંથી પસાર થતી હોય છે અને તેના પગલે પગલે બંને સિંહબાળ પણ પાણીમાંથી બહાર નીકળીને તેની પાછળ ચાલી રહ્યા છે. જંગલના આ સુંદર દ્રશ્યને જોઈને વન્યજીવ પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે
(12:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
