તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th December 2025
૪૦મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તા.૪ જાન્યુઆરીના યોજાશે
રાજ્યભરમાંથી સિનિયર-જુનિયર ભાઈઓ-બહેનોની કેટેગરીમાં કુલ ૧૩૭૭ સ્પર્ધકો એ રજીસ્ટ્રેશન કરાવ્યુ

જૂનાગઢ,તા.૬:ગુજરાત રાજયના રમતગમત યુવા અને સાંસ્કળતિક પ્રવળતીઓ વિભાગ, ગાંધીનગર ધ્વારા પ્રેરીત તથા જિલ્લા વહીવટી તંત્ર-જુનાગઢના ઉપક્રમે આગામી જાન્યુઆરી-૨૦૨૬ના રાજયના યુવક-યુવતિઓ માટેની અખિલ ગુજરાત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધા પ્રતિ વર્ષ જુનિયર-સિનિયર એમ બે વિભાગમાં ભાઈઓ-બહેનો માટે અલગ-અલગ યોજાય છે.
આ સ્પર્ધા ભાઈઓ માટે ગીરનાર તળેટીથી અંબાજી મંદિર સુધીના ૫૫૦૦ પગથિયા અને બહેનો માટે ગીરનાર તળેટીથી માળી પરબ સુધીના ૨૨૦૦ પગથિયા ચઢીને ઉતરવાના હોય છે. ચાલુ વર્ષે આ સ્પર્ધા માટે રાજયભરમાંથી કુલ ૧૩૭૭ સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં સિનિયર ભાઈઓ -૬૧૧, જુનિયર ભાઈઓ -૩૪૬, સિનિયર બહેનો -૧૬૬ અને જુનિયર બહેનો -૨૫૪ એમ મળી કુલ - ૧૩૭૭ સ્પર્ધકોનું રજીસ્ટ્રેશન થયું છે.
હાલ માં કચેરી ખાતે ફોર્મ સાથે જરૂરી આધાર પુરાવા માટેના ડોકયુમેંટ વેરિફિકેશનની કામગીરી ચાલી રહી છે. આ તમામ પ્રક્રિયા પુર્ણ થયા ત્યારબાદ માન્ય સ્પર્ધકોની આખરી પસંદગી યાદી અત્રેના FACEBOOK ID- Dydo Junagadh પરપ્રસિધ્ધ કરવામાં આવશે. વધુ વિગતો માટે કચેરીના ફોન નં.૦૨૮૫-૨૬૩૦૪૯૦નો સંપર્ક કરવાનો એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
