<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

જૂનાગઢનાં પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા પરિવાર દ્વારા ગીતાબેન કોટેચાનો જન્મ દિવસ અને ગીરીશભાઈ કોટેચા પાર્થભાઈ કોટેચા અને ગીરીશભાઈની દીકરી શ્વેતાબેન કોટેચા રૂપારેલિયાના લગ્ન જીવનની વર્ષ ગાંઠ અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે નવજાત જન્મેલા શિશુ બાળકોને નવા કપડાં તથા પ્રસૂતા બહેનોને ચોખા ધીના શિરોનુ વિતરણ

ગીરીશભાઈ કોટેચા પરિવાર દ્વારા અવાર નવાર જૂનાગઢ હોસ્પિટલ માં સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે હોસ્પિટલ તંત્ર ને જ્યારે જરૂર પડે ત્યારે સહકાર ની ખાતરી આપી : સિવિલ સર્જન શ્રી બ્રહ્મભટ્ટ દ્વારા આવકાર

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૬ : જૂનાગઢ શહેર નાં પૂર્વ ડેપ્યુટી મેયર  ગીરીશભાઈ કોટેચા પરિવાર દ્વારા પરિવારમાં વર્ષ દરમિયાન જે શુભ પ્રસંગ હોય તો સેવાકિય કર્યો કરી ને ઉજવણી કરાતી હોય જેમના ભાગ રૂપે આગામી તારીખ ૮ ના રોજ  ગીતાબેન કોટેચા નો જન્મ દિવસ હોય અને ૯ તારીખે  ગીરીશભાઈ કોટેચા  પાર્થ ભાઈ કોટેચા અને ગીરીશભાઈ ની દીકરી શ્વેતા બેન કોટેચા રૂપારેલિયા ના લગ્ન જીવન ની વર્ષ ગાંઠ હોય આજે જૂનાગઢ શહેર ની સિવિલ હોસ્પિટલ ખાતે નવ જાત જન્મેલા શિશુ બાળકો ને નવા કપડાં તથા પ્રસૂતા બહેનો ને ચોખા ઘી નો શિરો વિતરણ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ માં સિવિલ સર્જન શ્રી બ્રહ્મભટ્ટ, બ્રહ્મ સમાજ અગ્રણી વિજય ભાઈ વ્યાસ, દીપલ રૂપારેલિયા, જનક ભાઈ ટીલાવત, હીરપરાભાઈ, પંકજભાઈ પલાણ, મધુરમ વિસ્તાર ના જીકાભાઈ ચંદારાણા, જયેશ ભાઇ ગુંડાણીયા, હિતેષ ભાઈ વાછાણી સિવિલ હોસ્પિટલ ના ભોલુભાઈ,અગ્રણી ધારાશાસ્ત્રી અશોક ભાઈ ચુડાસમા, સમિતિ ના સભ્યો ખાસ હાજર રહ્યા હતા.

શ્રી બ્રહ્મભટ્ટએ જણાવેલ કે શ્રી કોટેચા દ્વારા અવાર નવાર જૂનાગઢ હોસ્પિટલ માં સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે શ્રી કોટેચા એ હોસ્પિટલ તંત્ર ને જ્યારે જરૂર પડે ત્યારે સહકાર ની ખાતરી આપી હતી.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(3:40 PM IST)