<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

જુતુ ફેંકવાના મુદ્દે ભાજપ -કોંગ્રેસની મીલીભગતનો આક્ષેપ : જામનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા લાલ બંગલા સર્કલમાં વિરોધ પ્રદર્શન

નેતાઓ અને કાર્યકરોની રસ્તા રોકતા પોલીસે અટકાયત કરી: પાર્ટીના કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી

જામનગર :  ગઈકાલે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર ટાઉનહોલમાં જૂતું ફેંકવાના મુદ્દે ભાજપ કોંગ્રેસની મીલી ભગત હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન વ્યક્ત કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની રસ્તા રોકતા પોલીસે અટકાયત કરી હતી. જોકે આ સમગ્ર ઘટના બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)


 

(6:19 PM IST)