તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 6th December 2025
જુનાગઢ જીલ્લામાથી હદપાર થયેલ રીઢા ઇસમને પકડી પાડીને હદપાર ભંગનો ગુન્હો નોંધાવતી જૂનાગઢ એ.ડીવી.પો.સ્ટે પોલીસ
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તેમજ જુનાગઢ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા ની સુચના તથા જુનાગઢ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૬
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તેમજ જુનાગઢ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા ની સુચના તથા જુનાગઢ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ જીલ્લામા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ સારૂ પો.સ્ટે વિસ્તારના રીઢા ગુન્હેગારોની ગુન્હાહીત પ્રવ્રુતી ડામવા સારૂ હદપાર તથા પાસા તળે ગુન્હેગારો ઉપર કડક કાર્યવાહી કરવા સુચના હતી.
જે આધારે પો.ઈન્સ વિ.જે.સાવજ નાઓએ જુનાગઢ સુખનાથ ચોક વિસ્તારમાં રહેતો એઝાજશા ઉર્ફે એઝલો ઇસ્માઇલશા રફાઇ વિરુધ્ધ હદપાર દરખાસ્ત તૈયાર કરી સબ.ડીવી.મેજી.સા. જુનાગઢ તરફ મોકલતા હદપાર કેસ નંબર -૦૪/૨૦૨૫ થી એઝાજશા ઉર્ફે એઝલો ઇસ્માઇલશા રફાઇ રહે. જુનાગઢ સુખનાથ વાળાની તા.૧૬/૦૬/૨૦૨૫ થી છ માસ માટે જુનાગઢ તથા તેની લગોલગ આવેલ જીલ્લાઓ માથી હદપાર કરેલ હોય અને હદપાર ઇસમો જુનાગઢ શહેર તથા પો.સ્ટે. વિસ્તારમાં ન પ્રવેશે તે અંગે સતત પ્રયત્ન શીલ રહેવા એ ડીવી.પો.સ્ટે.ના પ્રો.પો.ઈન્સ.શ્રી વી.જે.સાવજ નાઓની સખત સુચના હોય જે અનવ્યે એ.એસ.આઇ. ભદ્રેશભાઇ રવૈયા તથા પો.કોન્સ કલ્પેશભાઇ ગેલાભાઇ ચાવડા તથા સુભાષભાઇ ઘોરૂભાઇ કોઠીયાળ નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે હદપાર થયેલ ઇસમ એઝાજશા ઉર્ફે એઝલો ઇસ્માઇલશા રફાઇ રહે. જુનાગઢ સુખનાથ વાળો જુનાગઢ સુખનાથ ચોક ધારાગઢ દરવાજા રોડ ઉપર આટા ફેરા કરે છે જે બાતમી આધારે મજકુર હદપાર ઇસમને પકડી પાડી મજકુર વિરુધ્ધ જુનાગઢ એ ડીવીઝન પો.સ્ટે.મા હદપાર ભંગ અંગેનો ગુન્હો રજી.કરાવી ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.
ઘરપકડ કરેલ આરોપી એઝાજશા ઉર્ફે એઝલો ઇસ્માઇલશા રફાઇ રહે. જુનાગઢ સુખનાથ ચોક
આ કામગીરીમા પો.સબ.ઇન્સ વાય.એન.સોલંકી તથા એ.એસ.આઇ. ભદ્રેશભાઇ રવૈયા તથા પંકજભાઈ સાગઠીયા પો.હેડ.કોન્સ મોહસીનભાઇ અબડા તથા નીલેશભાઈ ચૌહાણ તથા પો.કોન્સ સુભાષભાઇ કોઠીયાળ તથા કલ્પેશભાઇ ગાવડા તથા જયેશભાઇ કરમટા તથા અનકભાઇ બોઘરા નાઓએ સાથે રહી કામગીરી કરવામા આવેલ છે .(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
