તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 7th December 2025
મોરબીમાં ડો.બાબાસાહેબના મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી રૂપે કેન્ડલ માર્ચ યોજાઈ.
સર્વ દલિત સમાજ, મુસ્લિમ સમાજ સહિત તમામ સમાજના લોકોએ એકસાથે જોડાઈને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ભારતીય સંવિધાનના ઘડવૈયા અને મહા માનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ આયોજનમાં સર્વ દલિત સમાજ, મુસ્લિમ સમાજ સહિત તમામ સમાજના લોકોએ એકસાથે જોડાઈને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું.
મોટી સંખ્યામાં લોકો નેહરુ ગેટ ચોકથી કેન્ડલ માર્ચ સ્વરૂપે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોચ્યા હતાં. જ્યાં સૌ લોકોએ સાથે મળીને સંવિધાનના આમુખનું વાંચન કર્યું હતું. ત્યારબાદ બાબાસાહેબને યાદ ક૨ીને કેન્ડલ અને તેમની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ ક૨ીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પત્રકાર મિત્રો, પોલીસ પરિવાર અને વેપારી સંગઠનનો પણ સારો સહકાર પ્રાપ્ત થયો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
