News of Sunday, 7th December 2025
સારા વરસાદના લીધે પાણીના તળ ઉંચા આવ્યાં :કુવા, બોર હજુપણ છલોછલ
માવઠાથી શિયાળુ સિઝન 20 દિ' મોડી ગીર-સોમનાથ જિલ્લામાં સૌથી વધારે 46532 હેકટરમાં ઘઉંનું વાવેતર દર વર્ષે સરેરાશ 1.10 લાખ હેકટર જમીનમાં રવિ પાક લેવાય છે, આ વર્ષે કુલ આંકડો 93763 હેકટર નોંધાયો હજુ વાવેતર થય રહેલ છે

પ્રભાસપાટણ તા ૭ : આ વર્ષે મગફળીની સીઝન સમયે જ માવઠું થયું હતું જેથી પાકને વ્યાપક નુકસાન થયું હતું તેમજ તેમની સીધી અસર શિયાળુ વાવેતર પર પણ જોવા મળી હતી.કારણ કે વરસાદના લીધે ખેતરો મોડા તૈયાર થતા વાવેતરમાં 15 થી 20 દિવસ મોડું થયું છે.જેમાં આ વર્ષે પાણીની સગવડ હોય ઘઉંના વાવેતરમાં પણ વધારો જોવા મળ્યો છે.ગીર સોમનાથ જિલ્લામાં પણ રવિ પાક નુ ખુબજ મોટા પ્રમાણમાં વાવેતર થયેલ છે આ વર્ષે ચોમાસા ના અંત માં ખુબજ સારો વરસાદ અને દિવાળી પછી ક્મોસમી વરસાદ ને કારણે પીયત માટે પાણી નો જથ્થો ખુબજ સારા પ્રમાણમાં છે જેથી રવિ પાક નુ ખુબજ મોટા પ્રમાણમાં વાવેતર થયેલ છે આ બાબતે મદદનિશ ખેતિ નિયામક અશોક્ભાઈ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું, કે આ વર્ષે કમોસમી વરસાદ ને કારણે રવિ પાક ની વાવણીની સીઝન 15 થી 20 દિવસ મોડી ચાલુ થઈ છે જેથી અમુક વિસ્તારોમાં હજુ પણ વાવેતર શરૂ છે પરંતુ અત્યાર સુધીના વાવેતર મા ધંઉ 46532 હેકટર, ચણા 14642 હેક્ટર, ડુંગળી 5243 હેક્ટર, ઘાસચારો 9515 હેકટર , શાકભાજી ૩૨૭૪ હેકટર,જુવાર ૨૧૦૫ હેકટર વાવેતર થયેલ છે આમ કુલ 93763 વાવેતર થયેલ છે હજુ પણ વાવેતર શરૂ છે દર વર્ષે સરેરાશ એક લાખ દશ હજાર ની આજુબાજુ મા વાવેતર થતું હોય છે.
ધાણા-જીરાનું વાવેતર નહીંવત છે
ગીર સોમનાથ જિલ્લામાં પણ હવે જીરૂ ધાણા સહિતના પાકના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે જેમાં આખા પંથકમાં એકાદ બે તાલુકામાં જ જીરું વવાયું છે અને ધાણાનું વાવેતર પણ ખૂબ ઓછું થયું છે.
કૃષી સહાય પેકેજ
કૃષિ સહાય પેકેજમાં 99 હજારથી વધુ અરજી થઈ મદદનીશ ખેતી નિયામક અશોકભાઈ ચૌધરી એ જણાવ્યું કે કમોસમી વરસાદને કારણે નુકસાન થયેલ ખેડૂતો નુ નુક્સાન બાબતે થયેલ સર્વ મા 99 હજાર થી વધુ ફોર્મ ભરાયાં તેમાંથી 17 હજાર ખેડૂતો ને વળતર ચુકવાયુ છે જે બાકી ખેડૂતો છે તેમની આગળની મંજૂરી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેમને પણ ટુક સમયમાં વળતર મળી શકે છે. અરજી પ્રક્રિયામાં સમય પણ વધારાયો હતો.
આંતરપાક તરીકે તુવેર મોખરે રહી
સોરઠ પંથકમાં મગફળીના પાકની સાથે અન્ય પાકનું વાવેતર થતું હોય છે જેમાં તુવેર અને એરંડા નો સમાવેશ થાય છે.જ્યારે આ વર્ષે મોટાભાગના વિસ્તારમાં તુવેરનો પાક આંતર પાક તરીકે વવાયો છે જોકે તેમના પણ સારા ભાવ મળે તેવી આશા ખેડૂતો રાખી રહ્યાં છે. તસવીર-દેવાભાઇ રાઠોડ
વેરાવળ તાલુકાનાં નાવદ્રા ગામ ના પ્રગતિશીલ ખેડૂત રામસીંગભાઈ ચૂડાસમા એ જણાવ્યું કે કમોસમી વરસાદ થી ઘંઉ સહિત ના શીયાળુ પાકો નુ વાવેતર ૧૫ થી ૨૦ દિવસ મોડું શરૂ થયેલ છે અને આ વિસ્તારમાં આ વર્ષે ઘંઉ નુ વાવેતર મોટા પ્રમાણમાં થયેલ છે ધાણા નુ વાવેતર ધટી રહેલ છે
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
