News of Sunday, 7th December 2025
ટીંબા આશ્રમના મહંતને અપમાનીત કરી વિડીયો બનાવી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી વિડીયો વાયરલ કરીને પૈસાની માંગણી કરી ધમકી
આરોપીની ઓળખ કરી ગણતરીના કલાકોમાં ભાણવડ જી.દેવભુમી દ્વારકાથી પકડી પાડતી પાટણવાવ પોલીસ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ટીમ્બા આશ્રમના મહંત ને અપમાનીત કરી વિડીયો બનાવી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી વિડીયો અપલોડ કરી તથા વાયરલ કરી પૈસાની માંગણી કરી ધમકી આપતો હોય જે ગુન્હાના આરોપીની ઓળખ કરી ગણતરીના કલાકોમાં ભાણવડ જી.દેવભુમી દ્વારકાથી પકડી પાડતી પાટણવાવ પોલીસ ખાતે ફરિયાદ નોંધાવતા ટીંબા આશ્રમના મહંત કરુણાદાસબાપુ ગુરુ નિર્મળદાસ ત્યાગીજી એ ફરિયાદમાં જણાવેલ કે કેરીયા ટીંબા આશ્રમના સંત શ્રી ને અપમાનીત કરી વિડીયો બનાવી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી વિડીયો અપલોડ કરી તથા વાયરલ કરી પૈસાની માંગણી કરી ધમકી આપતો હોય જે
અંગે ફરિયાદ નોંધાવતા પાટણવાવ પોલીસ સ્ટેશન દ્વારા ગુન્હાના આરોપીની ઓળખ કરી ગણતરીના કલાકોમાં ભાણવડ જી.દેવભુમી દ્વારકાથી પકડી પાડતી પાટણવાવ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો બી.એન.એસ.કલમ ૩૦૮(૪), તથા ૩૫૧(૨),૩૫૨ તથા આઇ.ટી.એકટ કલમ ૬૭ મુજબ તે એવી રીતે કે ફરીયાદીને સોશ્યલ મિડીયા માધ્યમથી જાણ થયા બાદ આ સત્ય સનાતન નામના વોટસઅપ ગ્રુપમા જોડાયેલ હોય તે ગ્રુપમા સતાનત દેવી દેવતાનુ અપમાન કરે કે ધર્મને નુકશાન થાય તેવુ કોઇ કાર્ય કરે તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા પૈસા ભેગા કરતા હોય જે ગ્રુપમાથી ફરીયાદી નિકળી જતા આ કામેના આરોપીએ ફરીયાદીને ફોન ઉપરથી ફરી પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા માટે તથા જાહેર અપમાનિત કરવા પોતાની યુટુબ આઇ.ડી.ઉપર તથા ફોન ઉપર અવાર નવાર ફરીયાદી પાસે પૈસા માંગણી કરી તથા મા બેન સામે ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી વિડીયો અપલોડ તથા વાયરલ કરેલ તે મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ.
ઉપરોક્ત બનાવ સંવેદનશીલ હોય અને ગુન્હો કર્યા બાદ નાશી ગયેલ હોય જેને પકડી પાડવા અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા વિજયસિંહ ગુર્જર પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય, રાજકોટ તથા ધોરાજી ડિવિઝનના મદદનીશ પો.અધિ. સા. સિમરન ભારદ્વાજ ધોરાજી વિભાગ, ધોરાજી નાઓના માર્ગદર્શન હેઠળ પાટણવાવ પો.સ્ટેના પો.ઇન્સ. એમ.જી.ચૌહાણ નાઓએ અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે અલગ અલગ દિશામાં તપાસ કરતા મોટા કાલાવડ તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકાથી આરોપીને તેના વતનમાં શોધવા પો.હેડ.કોન્સ. સંજયભાઇ ભીખાભાઇ તથા પો.કોન્સ. કિરણભાઇ રમણભાઇ તથા પો.કોન્સ. ભરતભાઇ બીજલભાઇ તથા પો.કોન્સ. મહિપતસિંહ ઉદયસિંહ તથા ડ્રા.પો.હેડ કોન્સ. રાજદિપભાઇ કાનજીભાઈનાઓની ટીમ બનાવી રવાના કરતા તપાસમાં ગયેલ ટીમને આરોપી પોતાના વતનમાં રહે.મોટા કાલાવડ તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા ખાતે હોવાની હકીકત મળતા ટીમે લોકલ પોલીસની મદદ મેળવી આરોપીને પકડી પાડી આરોપીને પાટણવાવ પો.સ્ટે. લાવેલ છે.
પકડાયેલ આરોપી મેરામણભાઈ ખીમાભાઇ નંદાણીયા જાતે-આહિર, ઉવ.૪૨, ધંધો-ખેતીકામ, રહે.મોટા કાલાવડ તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા વાળાને ગણતરીની કલાકમાં જ પોલીસે ઝડપી લીધો હતો
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
આ કામગીરી રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પાટણવાવ પો.સ્ટેના પો.ઇન્સ. એમ.જી.ચૌહાણ નાઓ તથા પો.હેડ.કોન્સ. સંજયભાઇ ભીખાભાઇ તથા પો.કોન્સ. કિરણભાઇ રમણભાઇ તથા પો.કોન્સ. ભરતભાઇ બીજલભાઇ તથા પો.કોન્સ. મહિપતસિંહ ઉદયસિંહ તથા ડ્રા.પોલીસ હેડ કોન્સ. રાજદિપભાઇ કાનજીભાઇ પાટણવાવ પો.સ્ટે.ની ટીમ દ્વારા કરવામા આવેલ છે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
