News of Sunday, 7th December 2025
માળિયામાં ખેતરમાં ગેરકાયદે પ્રવેશ કરી સંમત્તિ વગર થાંભલા, જેટકો સહીત અધિકારી ચાર વિરુદ્ધ ફરિયાદ.
જેટકો કંપનીના અધિકારી, નાયબ ઈજનેર સહીત ચાર વિરુદ્ધ ફરિયાદ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયાના મોટા દહીંસરા ગામની સીમમાં આવેલ ખેતરમાં દરવાજા અને પાકને નુકશાન કરી ખેડૂતની સંમત્તિ વગર વળતર જેટકો કંપનીનો ૧૩૨ કેવી વીજલાઈનનો થાંભલો નાખી ખેડૂતને વળતર નહિ ચૂકવી પંચક્યાસમાં ખોટી સહીઓ કરી તેનો ઉપયોગ કરી ખેતરના માલિકને બદલે અન્યને રૂ ૨.૬૬ લાખ વળતર ચૂકવી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે.
માળિયાના મોટા દહીંસરા ગામના વતની હાલ તીર્થરાજ મધુવાન પાર્ક શેરી ૫ રાજકોટ રહેતા જયસુખભાઈ રામજીભાઈ અવાડીયા (ઉ.વ.૬૧) વાળાએ જેટકો કંપનીના જવાબદાર અધિકારી/કર્મચારી, જેટકો કંપનીના અધિકારી જે એમ વીરમગામા નાયબ ઈજનેર જેટકો, પંચક્યાસ ક્રમ નં ૧ સહી કરનાર માણસ અને પંચક્યાસમાં ક્રમ નં ૨ સહી કરનાર માણસ એમ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી રાજકોટ જીલ્લા પંચાયતમાં ટેકનીકલ આસીસ્ટન્ટ તરીકે નોકરી કરતા હતા અને વર્ષ ૨૦૨૩ માં નિવૃત થયા છે માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામે ખીરસરા ગામના રોડ પર વારસાગત જમીન સર્વે નંબર ૫૭૬/૧ પૈકી ૨ ની હે.આર.ચો. ૧,૫૭,૮૩ ની જમીન આવેલ છે તેમાં ખેતીકામ કરે છે.
વર્ષ ૨૦૧૮ માં રાજકોટ પોતાની ઓફિસે હોય ત્યારે જેટકો કંપનીના અધિકારી જીતેન્દ્ર મુળજીભાઈ વિરમગામ અને મહેશ કેશવજી ચીખલીયા બંને અધિકારીઓ આવ્યા અને વાત કરી કે મોટા દહીંસરા ગામની સીમ વિસ્તારમાંથી જેટકો કંપનીની ૧૩૨ કેવી વિજ્લૈન પસાર થાય છે જે લાઈન પૈકી એક વીજ પોલ નંબર AP-4 તમારી મોટા દહીસરા ગામની ખીરસરા ગામના રોડ પર આવેલ જમીન સર્વે નં ૫૭૬/૧ પૈકી ૨ વાળી જમીનમાં નાખેલ છે અને તાર નાખવાનું કામ હજુ કરવાનું છે જણાવતા જેટકો કંપનીના અધિકારીને કહેલ કે હવે કોઈ આગળ કામ કરતા નહિ તમોએ થાંભલો નાખેલ છે તેમાં મારી સંમત્તિ લીધી નથી જેથી જેટકો અધિકારીએ હજુ તારા ખેતરમાં તાર પણ નીકળશે કહ્યું હતું જેથી ફરિયાદી અને માતા દેવીબેન બંને જમીને આંટો મારવા ગયા હતા જોયું તો જમીનમાં ખીરસરા ગામના રોડ તરફના ભાગે ઉત્તર પશ્ચિમના ભાગે જેટકો કંપની દ્વારા ખેતરમાં જવાના રોડ પર ખેતરમાં જવાના રસ્તાના દરવાજા તોડી ખેતરના પાકને નુકશાન કરી વીજપોલ નંબર AP-4 નો થાંભલો ઉભો કરેલ જોવા મળ્યો હતો જેની તપાસ કરતા થાંભલો નાખવા બાબતે કોઈ મંજુરી લીધી નથી અને ખેતરના પ્રવેશ માર્ગ પર નાખેલ થાંભલા બાબતે કોઈ નોટીસ આપી ના હતી.
જેથી કલેકટર, જીલ્લા પોલીસવડાને ખેતરમાં ગેરકાયદે થાંભલો નાખવા બાબતે અરજી આપી હતી અને અમારી ગેરહાજરીમાં જમીનમાં તાર પણ પસાર કરી દીધા હતા બાદમાં મોટા દહીંસરા ગામની સીમમાં જેટકો કંપનીની ૧૩૨ કેવી વીજલાઈન નીકળતી હોય જે વીજ લાઈનના થાંભલાનું વળતર ચુકવવા માટે કરવામાં આવેલ પંચકયાસો કરવામાં આવેલ જે અંગે આર.ટી.આઈ કરી જેટકો કંપનીમાંથી વિગતો માંગતા તા. ૧૩-૦૭-૨૦૧૮ થી ૧૭-૦૭-૨૦૧૮ સુધીના કુલ ૧૪ પંચ કયાસો કરવામાં આવેલ જેમાં વીજ પોલ નં ap-4 ના પંચક્યાસમાં વળતર આપવાના નુકશાનીમાં અમારી જમીનના સર્વે નંબર ૫૭૬/૧ પૈકી ૨ ના બદલે સર્વે નંબર ૫૭૬/૧/પૈકી ૧ વાળાના માલિક કચરા લાખાને રૂ ૨,૬૬,૯૧૫ વળતર ચુક્વ્યાનું લખાણ જોવા મળ્યું હતું
આમ જેટકો કામ્પ્નીનના જવાબદાર અધિકારી/કર્મચારી જેમાં જે એમ વિરમગામાં, પંચક્યાસમાં ક્રમ નંબર ૧ અને ૨ માં સહી કરનાર માણસોએ કબ્જા ભોગવટાવાળી મોટા દહીંસરા ગામની સીમમાં સર્વે નંબર ૫૭૬/૧ પૈકી ૨ વાળી જમીનમાં પ્રવેશ દ્વાર તોડી દરવાજો તોડી મંજુરી કે સંમત્તિ વગર થાંભલો નાખી વળતર નહિ ચૂકવી ખોટા પંચ કયાસો કરી અમારી જમીનનું વળતર બાજુના સર્વે નંબર ખેતર વાળા માલિકને ચૂકવી રૂ ૨.૬૬ લાખની ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
