<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

માતા પિતા સાથે મોંઘો મોબાઇલ લેવાની આનાકાનીમાં યુવાન પુત્રની મોતની છલાંગ

ભુજના કુકમા ગામે ૧૮ વર્ષીય રૂસ્તમ શેખે ૧૪૦ ફૂટ ઊંડા બોરવેલમાં ઝંપલાવી જીવ દીધો, રેસ્ક્યુ દરમ્યાન ૯ કલાકે મૃતદેહ મળ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ :  આજની નવી જનરેશનની યુવા પેઢીમાં સહનશક્તિના અભાવ સાથે વર્તમાન ભૌતિકવાદના યુગમાં મોંઘી ચીજ વસ્તુઓની ઘેલછા વાલીઓ માટે ચિંતાનું કારણ બની રહી છે. ભુજના કુકમા ગામે મા બાપ સાથે મોંઘો મોબાઇલ લેવાની માથાઝીંક કરનાર યુવાન પુત્રએ અચાનક મોતની છલાંગ લગાવી પોતાનો જીવ દઈ દીધો હતો. મૂળ ઝારખંડના અને હાલ વાડી ઉપર મજૂરી કામ માટે કુકમા ગામે રહેતા ૧૮ વર્ષીય રૂસ્તમ મકસુદ શેખે મોંઘા મોબાઈલની જીદ સાથે પોતાનો મોબાઇલ જમીન ઉપર પટકીને નજીકના ઊંડા બોર માં છલાંગ લગાવી દીધી હતી. તંત્રને જાણ થતાં જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું પણ યુવાનને બચાવી શકાયો નહોતો. ૧૪૦ ફૂટ ઊંડા બોરમાંથી તેનો મૃતદેહ નીકળ્યો હતો. આ બનાવે પંથકમાં અરેરાટી સર્જી છે.

(9:30 AM IST)