તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th December 2025
ભાવનગરમાં ઓનલાઈન યંત્રના જુગાર રમતા ૧૨ શખ્સો રૂ.૧.૯૨ લાખની મતા સાથે ઝડપાયા

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૮: ભાવનગર એલસીબી પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે, ભીખાભાઇ કનુભાઇ પરમાર રહે.આડોડિયાવાસ તેમના કબજા હેઠળની આડોડિયા વાસની બે દુકાનોમાં અને જીતેશ ઉર્ફે વિવેક દિલીપભાઇ રાઠોડ રહે.આડોડિયાવાસ) તેમની બાજુની પતરાવાળી દુકાનમાં આર્થિક લાભ માટે જુગારનો અખાડો ચલાવે છે. આ શખ્સો બહારથી માણસોને બોલાવી દુકાનમાં રાખેલ મશીન પર યંત્રોના ચિત્રો પર રોકડ રકમ લગાવી હારજીતનો જુગાર રમાડતા હતા. વિજેતાને લગાડેલી રકમ કરતાં દસ ગણી રકમ ચૂકવીને નસીબ આધારિત આ જુગાર ચાલતો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓ 'ઓનેસ્ટ-૧' અને 'સેફરોન' નામની ઓનલાઇન ફ્રેન્ચાઇઝી અને યંત્રોનું વેચાણ કરવાના બહાને આ જુગાર રમાડતા હતા. ગ્રાહકો યંત્રના ચિત્રો પર રૂ.૧૧, રૂ.૨૨, રૂ.૩૩ વગેરે જેવી રકમો લગાડતા હતા. દર પાંચ મિનિટે ઓનલાઇન એક યંત્ર વિજેતા જાહેર થતું હતું. લગાડેલ રકમના નવ ગણા રૂપિયા (દા.ત., રૂ.૧૧ લગાવનારને રૂ.૯૯ આપવામાં આવતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર આ પ્રવૃત્તિ વરલી મટકાના જુગાર જેવી જ છે, જ્યાં આંકડાને બદલે યંત્રનું ચિત્ર વિજેતા જાહેર થાય છે. આ જુગારમાં ગ્રાહકોને કોઈ યંત્ર કે સિક્કા આપવામાં આવતા નહોતા.
પોલીસ સ્થળ પરથી જુગાર રમતા અને રમાડતા ૧૨ શખ્સો ને ઝડપી પાડ્યા હતાં. જ્યારે ત્રણ શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. તમામ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસે ઝડપી લીધેલા શખ્સો માં ક્રિશ વીક્કીભાઇ રાઠોડ ઉં.વ.૨૦ રહે.અખાડા પાસે, આડોડીયાવાસ, સરફરાઝ નિજામભાઇ શેખ ઉં.વ.૩૦ ઇકબાલ પાન હાઉસ પાસે, બાપેસરા કુવા પાછળ, વડવા, નિશાંત ઉર્ફે ભોલો મહેશભાઇ ઉર્ફે ચંદુ રાઠોડ ઉં.વ.૨૬ રહે.આડોડિયાવાસ, વિરેન હરેશભાઇ રૂપડા (ઉં.વ.૩૬, સત્યનારાયણ સોસાયટી, ગાયત્રીનગર, નકુલ સંદિપભાઇ પરમાર (ઉં.વ.૧૯ રહે.રજની પાન પાછળ, આડોડિયાવાસ, ખોડીદાસ વાલજીભાઇ રાઠોડ ઉં.વ.૩૬ રહે.મ. નં.૯૯/ઇ, ૫૦ વારીયા, લંબે હનુમાન પાછળ, ઘોઘા જકાતનાકા,. સચાનંદ રેવાચંદ મંગલાણી ઉં.વ.૫૫, રહે.૧૪નાળા, મીની બજાર, ઘોઘા રોડ, ભાવનગર,મીલન હિતેશભાઇ પંડયા ઉં.વ.૨૪ ધંધો-મજુરી રહે.પ્લોટ નંબર-૧૧, શેરી નંબર-૮, મુંબઇવાળાની ચાલી, નિર્મળનગર) જગદીશ શંભુભાઈ ગૌસ્વામી ઉં.વ.૫૮ રહે.મફતનગર, હનુમાન ગલી, શહેર ફરતી સડક, દેવરાજ નગર સામે,માનવ પંકજભાઇ પરમાર (ઉં.વ.૨૦ રહે.મેલડીમાના મંદીર પાસે, આડોડીયા વાસ,જીતેશ ઉર્ફે વિવેક દીલીપભાઇ રાઠોડ (ઉં.વ.૩૮ રહે.વાલ્મીકી વાસ સામે, આડોડિયા વાસ,મીલન નરેશભાઇ પરમાર (ઉં.વ.૨૫ રહે.સોનલ પાન પાસે,આડોડિયાવાસ નો સમાવેશ થાય છે. જ્યારેભીખાભાઇ કનુભાઇ પરમાર (રહે.આડોડીયાવાસ), સિધ્ધાર્થ સતિષભાઇ પરમાર (રહે.આડોડીયાવાસ) અને રવિરાજાસિંહ (રહે.ભાવનગર) નામના ત્રણ શખ્સો નાસી છૂટ્યા છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
