તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th December 2025
પોરબંદરના દરિયામાં પ્રદુષિત પાણી ઠાલવવાનો મુદો : જેતપુરનો કદડો...પોરબંદર નહી આવે : અર્જુન મોઢવાડીયા
જેતપુર પાઇપલાઇન પ્રોજેકટ જે રાજકોટ જિલ્લાના જેતપુરથી થઇને પોરબંદરના ગોસા ખાતે થઇને દરિયામાં પાથરીને ઉંડા દરિયા ઉદ્યોગોનું શુધ્ધ કરેલા પાણી ઠાલવવાના પ્રોજેકટઃ ૮ માસ પુર્વે પોરબંદરમા પ્રોજેકટના વિરોધમા મહારેલી સહિતના કાર્યક્રમો યોજાયા હતાઃ મુખ્યમંત્રીને રૂબરૂ રજુઆતો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૮: પોરબંદરમાં ફરી જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટનો મુદો સળગ્યો છે. જાણીતા અખબારમાં જેતપુર પાઇપલાઇન પ્રોજેકટના જમીન સંપાદનના જાહેરનામું નોટીસ પ્રસિદ્ર થતાં માછીમારો ફરી જાગળત થયા છે. જેતપુર પ્રોજેકટની પાઇપલાઇનો પોરબંદરના ગામડાઓમાં થઇ ઉંડા દરિયામા નાખવાનો પ્રોજેકટ છે જેનાથી માછીમારો માને છે કે દરિયો પ્રદુષિત થશે અને દરિયાઇ જીવ સળષ્ટિને નુકસાન થશે જેને લઇને ૮ માસ પુર્વે પોરબંદરમાં મહારેલી સહીતના વિરોધના કાર્યક્રમો યોજાયો હતા છેક, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પોરબંદરના નગરજનોએ રજુઆતો કરી હતી વિરોધ જોતા જેતુપર પાઇપલાઇન પ્રોજેકટ થોડા સમય માટે શાંત થયો હતો પરંતુ પોરબંદરના પર્યાવરણ પ્રેમીઓએ કોર્ટમાં આ મુદે પીઆઇએલ દાખલ કરી હતી જે હાલ કોર્ટમાં ચાલી રહી છે ત્યારે તે વચ્ચે એક અખબારમાં જેતપુર પાઇપલાઇન પ્રોજેકટના જમીન સંપાદનનું જાહેરનામુ નોટીસ પ્રસિદ્ર થતાં ફરી આ મુદો પોરબંદરમા નવો વિવાદ લઇને આવે તેવા એંઘાણ વર્તાઇ રહ્યાં છે કારણ કે, આજે પોરબંદરમાં ગુજરાત સરકારના વન અને પર્યાવરણના કેબિનેટ મંત્રી તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાનો આજે શનિવારે પોરબંદર ભાજપ કાર્યાલય ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યુ જેમાં પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશ પાંજરી તથા સભ્યોએ મંત્રી અર્જુન મોઢવાડીયાને જેતપુર પાઇપલાઇન પ્રોજેકેટ મુદે રજુઆતો કરી હતી અને અખબારમાં આવેલા જમીન સંપાદનના મુદે રજુઆતો કરી હતી રજુઆતો લઇને ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ હકારત્મક જવાબ આપ્યો હતો.
બોટ એસોસિએસશનને જવાબ આપતા મંત્રી મોઢવાડીયાએ કહ્યું ‘નહી થવા દઇએ...
પોરબંદરના ભાજપ કાર્યલાય ખાતે યોજાયેલા લોકદરબારમાં જિલ્લાના લોકોએ વિવિધ સમસ્યા મુદે રજુઆતો કરી હતી જેમાં પોરબંદર માછીમાર બોટ એસોસિએશન પ્રમુખ મુકેશભાઇ પાંજરી તથા માછીમાર આગેવાનોએ જેતપુર પાઇપલાઇન પ્રોજેકટ જે પોરબંદરના ગામડાઓમાંથી થઇ સમળદ્રના ઉંડા દરિયામાં નાખવાનો પ્રોજેકટ તે મુદે રજુઆતો કરી હતી કે, અખબારમાં જેતપુર પાઇપલાઇન પ્રોજેકટના જમીન સંપાદનું જાહેરનામુ નોટીસ પ્રસિદ્ર થઇ છે જેથી તેમા આમા કંઇક જુઓ તે કહેતા વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ પોરબંદર માછીમાર બોટએસોસિએશનને જવાબ આપતા કહ્યું હતુ કે, ‘આ નહી થવા દવ... તેમ જણાવતા સાથે જ માછીમારોએ મોઢવાડીયાના હકારત્મક જવાબ લઇને આભાર વ્યકત કર્યો હતો... હવે જોવાનું એ રહયું કે, જેતપુર પાઇપાલઇન પ્રોજેકટ જે રાજકોટ જિલ્લાના જેતુપરથી થઇને પોરબંદરના ગોસા ગામ થઇને દરિયા સુધી પાથરીને ઉંડા દરિયામા ઉદ્યોગોના શુધ્ધ કરેલા પાણી ઠાલવવાના પ્રોજેકટ રદ થશે કે પોરબંદરમાં ફરી વિરોધનો વંટોળ જોવા મળશે..
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
