તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th December 2025
જુનાગઢમાં યુવક પર પાડોશી શખ્સનો હુમલો, સારવારમાં ખસેડાયા
ફરિયાદનું મનદુઃખ રાખી લોહીલોહાણ કર્યો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૦૮: શહેરના ધરારનગરમાં મેલડી ચોક પાસે આવેલ કોળી વાડામાં રહેતો ૨૩ વર્ષીય હરિ રમેશભાઈ માણસુરીયાએ પડોશમાં રહેતો અશ્વિન ઉર્ફે જીણીયો માંડવીયા સામે એકાદ વર્ષ પહેલા ફરિયાદ કરી હતી. હાલ જેનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેનું મનદુઃખ રાખી શનિવારની રાત્રે શખ્સ યુવક પાસે આવ્યો હતો અને બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈને છરી અથવા અષાા જેવા ધારદાર હથિયાર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો. હુમલાથી ઇજાગ્રસ્ત થયેલા હરિ રમેશભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવને લઈને પોલીસે યુવકની ફરિયાદ આધારે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. (૯.૧૦)
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
