<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

ભંડુરી નજીક આખલા સાથે બાઈક અથડાતા જીઆરડી જવાનનું મૃત્‍યુ

અકસ્‍માતથી અન્‍ય યુવાનને ઇજા

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૮ : માળીયાહાટીના તાલુકાના બરુલા ગામના જીઆરડી દિવ્‍યેશભાઈ રવજીભાઈ સોદરવા ઉ.વ. ૨૭ તથા સાકીત ઉમર ચાંદ નામનો યુવાન ગઈ તારીખ ૫ ડિસેમ્‍બરના રોજ સાંજે મોટરસાયકલ પર બેસીને ભંડુરી નજીક બંધ અજમેરા ફેકટરી સામે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.

 ત્‍યારે દિવ્‍યેશભાઈએ મોટરસાયકલને પૂરઝડપે ચલાવતા રસ્‍તામાં આવેલા આખલા સાથે બાઈક અથડાતા દિવ્‍યેશભાઈનું ગંભીર ઇજા થવાથી મળત્‍યુ નીપજ્‍યું હતું. જ્‍યારે સાકીત ઉમરભાઈ ચાંદને ગંભીર પ્રકારની ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.  અકસ્‍માતની ઘટના અંગે માળિયા પોલીસે મરનારના ભાઈ દિપેશભાઈનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

(11:11 AM IST)