<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

મોરબી જીલ્લા ભાજપના પ્રમુખના પુત્રવધુ સાથે ઝપાઝપી કરી ધમકી આપનાર ૫ સામે ગુન્‍હો નોંધાયો

પોલીસમાં કરેલ અરજી પાછી ખેંચી લેવાનું કહી બે મહિલા સહિત પાંચએ ડખ્‍ખો કર્યો હતો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૮: મોરબી જિલ્લા ભાજપના પ્રમુખના પુત્રવધુએ અગાઉ પોલીસમાં કરેલ અરજી પરત ખેંચી લેવા માટે બે મહિલા સહિત કુલ પાંચ વ્‍યક્‍તિઓ દ્વારા કહેવામા આવ્‍યું હતું ત્‍યાર બાદ તેની સાથે જપાજપી કરીને ધમકી આપવામાં આવી હતી જેથી આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્‍ટેશન ખાતે બે મહિલા સહિત કુલ પાંચ વ્‍યક્‍તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીમાં કેનાલ રોડ ઉપર આવેલ નિર્મલ સ્‍કૂલ પાસે ફ્‌લોરા ૯૪૩ વિંગ-એ માં રહેતા હાર્દિકાબેન ધ્રુમિતભાઈ રાજકોટિયા (૨૬)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્‍ટેશન ખાતે શોભનાબેન રમેશભાઈ જાકાસણીયા, રમેશભાઈ કરસનભાઈ જાકાસણીયા, ચાંદનીબેન હિરેનભાઈ અગોલા અને અન્‍ય બે અજાણ્‍યા શખ્‍સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્‍યુ છે કે, તા. ૬/૧૨ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્‍યાના અરસામાં શોભનાબેન રમેશભાઈ, રમેશભાઈ કરસનભાઈ અને ચાંદનીબેન તથા અજાણ્‍યા બે શખ્‍સો તેઓના એપાર્ટમેન્‍ટમાં નીચેના ભાગમાં ર્પાકિંગમાં આવ્‍યા હતા અને ત્‍યાર બાદ ફરિયાદીએ અગાઉ પોલીસમાં કરેલ અરજી બાબતનો ખાર રાખીને તેની સાથે બોલાચાલી કરી હતી અને ફરિયાદી કરેલ અરજી પાછી ખેંચી લેવા માટે તેને કહ્યું હતું અને ફરિયાદી મહિલા સાથે જાપાજપી કરી હતી અને ગાળો આપીને ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્‍ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ જે.સી.ગોહિલ ચલાવી રહ્યા છે.

(12:09 PM IST)