News of Monday, 8th December 2025
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ધોળા દિવસે થયેલી લાખોની ચીલઝડપનો ભેદ પોલીસ દ્વારા ઉકેલાયો : જુઓ વિડિયો
અમદાવાદમાંથી 16 ગુનામાં સંડોવાયેલ એઝાઝ રજાક સંઘાર તથા જાકુબ જુનશ સુંભણીયાને ઝડપી લીધા : જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ સલાયા પીઆઈ વિક્રમસિંહ રાણાની આગેવાનીમાં તપાસ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૮ : દેવભૂમિદ્વારકા ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ધોળા દિવસે થયેલી લાખોની ચીલઝડપનો પોલીસે ભેદ ઉકેલી દીધો છે.
મની ટ્રાન્સફર વેપારી કિરીટ બદીયાણીના હાથમાંથી 7 લાખની રોકડ ભરેલો થેલો બે શખ્સો લઈને ફરાર થઈ ગયા હતા.આ ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી હતી.
જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ SOG–LCB–સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી અને અમદાવાદમાંથી એઝાઝ રજાક સંઘાર તથા જાકુબ જુનશ સુંભણીયા નામના બે આરોપીઓને ઝડપી લીધા છે.
મુખ્ય આરોપી એઝાઝ સંઘાર 16થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.પોલીસે 1 લાખ 21 હજાર રોકડ તેમજ 2 મોબાઈલ ફોન કબ્જે કર્યા છે બાકી રકમ અને અન્યની સંડોવાયેલાઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે.સલાયા પીઆઈ વિક્રમસિંહ રાણાની આગેવાનીમાં તપાસ હાથ ધરવામાં આવી છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
