<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

જામનગરના પ્રોફેસર દંપત્તી નું સરાહનિય અને પ્રેરણાદાયી પગલું : માનસિક ક્ષતિ દિવસે ૐ ટ્રેનીંગ સેન્ટરમાં મનો દિવ્યાંગ બાળકોની મદદે આવ્યા

પંચવટી કોલેજમાં સેવા આપી ચૂકેલા ખુબજ જાણીતા પ્રોફેસર પી.બી. જાડેજા તેમજ પ્રોફેસર ભારતીબા પી. જાડેજા કે જેઓએ ખરેખર વિશ્વ દિવ્યાંગ દીવસ ની વિશેષરૂપે ઉજવણી કરી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૮ :  જામનગરના એક પ્રોફેસર  દંપત્તી દ્વારા ખુબજ સરાહનિય અને પ્રેરણાદાયી પગલું લેવામાં આવ્યું છે, અને માનસિક ક્ષતિ દિવસે જામનગરના ૐ ટ્રેનીંગ સેન્ટરમાં મનો દિવ્યાંગ બાળકોની મદદે આવ્યા છે. તેઓના સેન્ટરના એક વર્ષના લાઈટ બિલનું ચુકવણું કરીને સંતોષ વ્યક્ત કર્યો હતો.

જામનગરની પંચવટી કોલેજમાં સેવા આપી ચૂકેલા ખુબજ જાણીતા પ્રોફેસર પી.બી. જાડેજા  તેમજ પ્રોફેસર ભારતીબા પી. જાડેજા કે જેઓએ ખરેખર  વિશ્વ  દિવ્યાંગ દીવસ ની  વિશેષરૂપે ઉજવણી કરીછે.

જામનગરના ૐ ટ્રેનીંગ સેન્ટર ના  મનોદીવ્યાંગ બાળકો ની સંસ્થા માં આવેલું છેલ્લા એક વર્ષ નું લાઈટ બીલ જે ૪૨,૦૦૦ રૂપિયા આવ્યું હતું,  આ લાઈટબીલ  ની ચુકવણી કરી ને મનોદીવ્યાંગ માટે કામ કરતી સંસ્થા માં મદદ કરી વિશ્ર્વ વીકલાંગ  દીવસ ની વિશેષ રૂપે ઉજવણી કરીને સંતોષ વ્યક્ત કર્યો છે. 

 સંસ્થા ના આ ખર્ચ ને પહોચી વળવા માટે મદદરૂપ થનાર પ્રોફેસર પી.બી જાડેજા તેમજ પ્રોફેસર ભારતીબા પી.જાડેજા નો ૐ ટ્રેનિંગ સેન્ટર ના ટ્રસ્ટીઓ તેમજ  ફાઉન્ડર ડીમ્પલબેન મહેતા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.


 

(12:02 PM IST)