તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 8th December 2025
બંગલા ગેંગ ના નાસતા- ફરતા આરોપીને ઝડપી લેતી જુનાગઢ ગ્રામ્ય વિભાગ પોલીસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૮ : જુનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ અસામાજીક પ્રવૃત્તિ આરનાર તથા વારંવાર ગુન્હાનો કરતી જુનાગઢ જિલ્લાની સંગઠીત ગુન્હાહિત બંગલા ગેંગના નાસતા ફરતા આરોપીને જુનાગઢ ગ્રામ્ય વિભાગ, જુનાગઢની ટીમે ઝડપી લીધેલ છે.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સુચના તથા માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરાઇ છે.
છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ જિલ્લા વિસ્તારના રહેવાસી (૧) ભાવેશ ઉર્ફે ભાવીન ખોડાભાઈ બઢ રહે. સરગવાડા ગામ તા.જી.જુનાગઢ (૨) કરશન ગલ્લાભાઈ મોરી રહે. ગાંધીગ્રામ, જૂનાગઢ (૩) દિલીપ ઉર્ફે દિલા ભગા છેલાણા રહે. ઝાંઝરડા રોડ, જૂનાગઢ (૪) નિલેશ ઉર્ફે નીલુ ખોડાભાઈ બઢ સરગવાડા ગામ તા.જી.જુનાગઢ (૫) જાદવ ઉર્ફે લાખો સાંગાભાઈ હુણ રહે. કોયલી તા.વંથલી જી. જૂનાગઢ વાળાઓએ સંગઠીત થઈ ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરતી ગેંગ ઉભી કરેલ હોય. જે ગેંગ વિષે કાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પોલીસ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ નાઓએ વધુ તપાસ કરતાં જે તમામ ભાવેશ ઉર્ફે ભાવીન ખોડાભાઈ બઢ પોતે ગેંગ લીડર તરીકે તથા તેની ગેંગના સભ્યો વિરૂધ્ધ ગુન્હાહીત ઇતિહાસ ચેક કરતાં આરોપીઓ દ્વારા ભુતકાળમાં ખુન, ખુનની કોશીષ, ચોરી, લૂંટ, રાયોટીંગ, ખંડણી ઉઘરાવવા, અપહરણ, ગેરકાયદેસર અટકાયત, મારામારી, ઈજા, ધાક ધમકી આપવાના, હથિયાર ધારા, પ્રોહીબીશન, જુગાર સહિતના અસંખ્ય ગુન્હાઓ નોંધાયેલ હતા. આ ઉપરાંત આરોપીઓ સામાન્ય માણસોના મકાન તથા જમીનો ગેરકાયદેસર પચાવી પાડેલ તેમજ ગેરકાયદેસર આવક મેળવેલ મિલકતના આધારે ઝાંઝરડા રોડ પર એક બંગલો ખરીદી ગેંગના તમામ આરોપીઓ આ બંગલા ખાતે બેઠક કરી પોતાને ગેંગને ૅબંગલા ગેંગૅ તરીકે ઓળખાવી સામાન્ય જનતામાં ભયનો માહોલ ફેલાવેલ તેમજ આ તમામ આરોપીઓ એકબીજા સાથે ઉપરોકત ગુન્હાઓમા ભૂતકાળમાં પકડાયેલ હતા અને એક ગેંગ સ્વરૂપે જણાઈ આવતા, પોલીસ અધિક્ષકથી સુબોધ ઓડેદરા સાહેબ દ્વારા પકડાયેલ આરોપી તથા તેની સાથે અન્ય ગુન્હામાં સંકળાયેલ આરોપીઓના ગુન્હાહિત ઈતિહાસ બાબતે ક્રાઈમ બ્રાન્ચના પો.ઈન્સ. કે.એમ.પટેલ મારફતે તપાસ કરવા સુચના કરતા કાઈમ બ્રાન્ચ જૂનાગઢના પો.ઈન્સ. કે.એમ. પટેલ દ્વારા આરોપીઓની ગુન્હા પ્રવળત્તિ વિષે તપાસ કરતા આ ગુન્હાહિત ટોળકીના આરોપીઓ પૈકી આરોપી (૧) ભાવેશ ઉર્ફે ભાવીન ખોડાભાઈ બઢ, વિરૂધ્ધ ભુતકાળમાં કુલ-૧૪ (૨) કરશન ગલ્લાભાઈ મોરી વિરુધ્ધ ભુતકાળમાં કુલ-૮ (૩) દિલીપ ઉર્દૂ દિલા ભગા છેલાણા વિરુધ્ધમાં ભુતકાળમાં કુલ-૭ (૪) નિલેશ ઉર્ફે નીલુ ખોડાભાઈ બઢ, વિરુધ્ધ ભુતકાળમાં કુલ-૦૯ (૫) જાદવ ઉર્ફે લાખો સાંગાભાઈ હુણ, વિરુધ્ધ ભુતકાળમાં કુલ-૯ ગુન્હાઓમાં પકડાયેલ છે. આ તમામ આરોપીઓ વિરૂધ્ધમાં સને-૨૦૧૫ થી આજદિન સુધીમાં કુલ-૩૧ એફ.આઈ.આર. દાખલ થયેલ છે. જે પૈકી કુલ-૧૪ ગુનાઓમાં આ ગેંગના આરોપીઓ એકબીજા સાથે સંકળાયેલ છે.
આ કામગીરીમાં કાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ શ્રી કે.એમ પટેલ તથા હેડ કોન્સ.વનરાજસિંહ બનેસિંઠ, તથા હેડ કોન્સ. આઝાદરિસંહ મુળુભાઈ, હેડ કોન્સ.ઈન્દ્રજીતસિંહ રણવિરસિંહ, હેડ કોન્સ.જાદવભાઈ સરમણભાઈ, હેડ કોન્સ.પળથ્વીરાજ જોરૂભા, પો.કોન્સ. વરજાંગભાઈ દેવદાનભાઈ, પો.કોન્સ. ચેતનસિંહ જગુભાઈ, પો.કોન્સ. ભુપસિંહ ડોલરસિંહ, પો.કોન્સ જેઠાભાઈ નાથાભાઈ, પો.કોન્સ. સાજીદખાન યુસુફખાન, પો.કોન્સ. અજયસિંહ ચુડાસમા, પો.કોન્સ. દેવેનભાઈ જીલુભાઈ વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
