<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

ફેક ઈન્‍વેસ્‍ટમેન્‍ટ એપમાં શેર માર્કેટમાં ઈન્‍વેસ્‍ટમેન્‍ટના નામે ૨૮,૩૬,૦૦૦ની છેતરપીંડી કરી નાસતા ફરતા આરોપીને પકડતી સાયબર ક્રાઈમ જામનગર

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૮: પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ અશોકકુમાર યાદવ દ્વારા સાયબર ક્રાઇમને લગત ઓનલાઈન આર્થિક ઠગાઈને લગત વધતા ગુન્‍હાઓ આચરતા આરોપીઓને પકડી પાડવા અને તેઓ વિરુધ્‍ધ ગુન્‍હાની તલસ્‍પર્શી તપાસ થાય અને આરોપીઓને કાયદાની જોગવાઈ મુજબ મહત્તમ સજા થાય તે હેતુથી તાબેના જીલ્લાઓને સતત માર્ગદર્શન આપેલ છે, જે અનુસંધાને માનનીય પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈનીના વડપણ હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલા જામનગર શહેર વિભાગ નાઓના માર્ગદર્શન તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્‍ટેશનના પો.ઈન્‍સ. આઇ.એ. ઘાસુરા નાઓ દ્વારા જરૂરી સુચના કરવામાં આવેલ કે, હાલના સંજોગોમાં ઓનલાઈન આર્થિક ઠગાઈને લગત સાયબર ક્રાઇમના બનાવો વધવા પામેલ છે.જેમાં આ ગુન્‍હો ભારતીય ન્‍યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૧૮(૪) તથા આઇટી એક્‍ટ કલમ.૬૬(સી) મુજબ તે એવી રીતે કે, આ કામના આરોપીએ પોતાના મારફતે શેર માર્કેટમાં રોકાણ કરી ઓછા સમયમાં વધુ નફો કમાવવા ફરીયાદી શ્રીને તથા સાહેદને લાલચ આપી તથા અલગ-અલગ ફેક ઈન્‍વેસ્‍ટમેન્‍ટ એપમાં ખોટો પ્રોફીટ બતાવી ફરીયાદી તથા સાહેદનો વિશ્વાસ કેળવી, બાદ આરોપીએ શેર માર્કેટમાં ઈન્‍વેસ્‍ટમેન્‍ટના બહાના હેઠળ ફરીયાદી શ્રી તથા સાહેદ પાસેથી ફૂલ રૂપીયા ૨૮,૩૬,૦૦૦/- અલગ-અલગ ઓનલાઈન ટ્રાન્‍ઝેક્‍શનોથી પોતાના  Bandhan Bank ના ખાતા નં.૫૦૨૧૦૦૧૪૧૬૩૭૫૧ વાળા એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરાવી લઈ આ રકમ ફરીયાદીને તથા સાહેદને પરત નહીં આપી ઠગાઈ કરી ગુન્‍હો કરેલ જે બાબત.સાયબર ક્રાઇમ પો.સ્‍ટે ખાતે ગુરન.૧૧૨૦૨૦૫૮૨૫૦૦૦૬/૨૦૨૫ ભારતીય ન્‍યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૧૮(૪) તથા ઇન્‍ફોર્મેશન ટેકનોલોજી એક્‍ટ કલમ ૬૬(સી), મુજબ ગુન્‍હો દાખલ થયેલ.

જે મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્‍ટેશનના એચસી દર્શિતભાઈ જગદિશભાઈ સીસોદીયા નાઓ ઉપરોક્‍ત ગુના અંગે ટેકનિકલ એનાલિસીસ કરી તેમજ પીએસઆઇ એચ.કે.જાલા, એપીસી  કારુભાઈ ડાકુભાઈ વસરા, તેમજ હ્યુમન સોર્સિસથી માહિતી એકત્રિત કરી સુરત ખાતેથી આરોપી પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓ રાહુલ મનીષભાઈ વાસાણી રહે, અક્ષરદીપ એપાર્ટમેન્‍ટ બ્‍લોક નંબર બી ૧૦૬ લીંબાચા ફળિયું કતારગામ, સુરત, મૂળ ગામ વિભાપર મધુરમ ટાઉનશિપ ૯/૭ જામનગર સામે કાર્યવાહી કરી છે.

(1:11 PM IST)