News of Monday, 8th December 2025
જામનગરમાં ગોપાલ ઇટાલીયા પર જૂતું ફેંકવાના મુદ્દે ભાજપ-કોંગ્રેસની મીલી ભગત હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન

જામનગર, જામનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોઍ લાલ બંગલા સર્કલમાં ગઈકાલે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર ટાઉનહોલમાં જૂતું ફેંકવાના મુદ્દે ભાજપ કોંગ્રેસની મીલી ભગત હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન વ્યક્ત કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોઍ રસ્તા રોકતા પોલીસે અટકાયત કરી હતી. જોકે આ સમગ્ર ઘટના બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
