News of Tuesday, 9th December 2025
કેશોદ પંથકમાં એકલતાનો લાભ લઈ સગીરાને પ્રાઈવેટ પાર્ટ બતાવી છેડતી: પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો
પોલીસે આરોપી વિરુદ્ધ POCSO સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પૂછપરછ કરી વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પીપળી ગામમાં સગીરા સાથે છેડતીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. સગીરાના માતા–પિતા ખેત મજૂરી કરવા ગયા હતા ત્યારે એકલતાનો લાભ લઈ આરોપીએ અશ્લીલ હરકતો કરી હતી. જોકે, હાલ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર સગીરાના માતા-પિતા ખેતમજૂરી માટે ગયા હતા. તે દરમિયાન આરોપીએ એકલતાનો લાભ લઈ સગીરાને પ્રાઈવેટ પાર્ટ બતાવી છેડતી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જોકે, ઘટનાની જાણ થતાં જ કેશોદ પોલીસ એક્શનમોડમાં આવી ગઈ હતી. જોકે, પોલીસે આરોપી સરમણ કોડીયાતરને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો છે.
નોંધનીય છે હાલ પોલીસે આરોપી વિરુદ્ધ POCSO સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને પૂછપરછ કરી વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
