<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

કચ્છમાં અંધશ્રદ્ધાનો ચોકાવનારો કિસ્સો: તાંત્રિકે સિગારેટ પી તેની રાખ યુવતીના હોઠ પર લગાવી ચુંબન કરી કપડા ઉતારવાનું શરૂ કર્યું પણ…..

અર્ધજાગૃત અવસ્થામાં યુવતીએ પ્રતિકાર કરી તાંત્રિકનો ભાંડો ફોડ્યો, ક્રાઈમ પેટ્રોલની અસર તળે તાંત્રિક વિદ્યા દ્વારા અભદ્ર હરકતો કરનાર તાંત્રિક અંતે જેલ હવાલે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯ :  સાંસારિક તકલીફો વચ્ચે અંધશ્રદ્ધા ઘણીવાર મુશ્કેલી સર્જી શકે છે. ભુજના માધાપર ગામે એક તાંત્રિક દ્વારા પૂછપરછ કરવા ગયેલી ૧૯ વર્ષીય યુવતી સાથે કરાયેલ શારીરિક અડપલાં અને દુષ્કર્મના પ્રયાસે ચકચાર સર્જી છે. કેટરિંગનું કામ કરતી યુવતી તેની બહેનપણીઓ પાસેથી તાંત્રિક વિશે જાણી પોતાની તકલીફો અંગે પૂછપરછ કરવા ગઈ હતી. વિશાલ ચંદુલાલ મોતા ઉર્ફે વિશાલ મારાજ નામનો આ તાંત્રિક માતા અને અન્ય મહિલા સાથે આવેલી આ યુવતીને વળગાડ છે એવું કહી એકાંતમાં અલગ વિધિ માટે બીજા રૂમમાં લઈ ગયો હતો. ત્યાં ધુમાડાઓ કર્યા તે ઉપરાંત યુવતી સ્પ્રે છાંટી તેને અર્ધબેભાન કરી હતી ત્યારબાદ આ તાંત્રિકે સિગારેટ પી તેની રાખ યુવતીના હોઠ ઉપર લગાડી ચુંબન કરી ધીરે ધીરે કપડાં ઉતારવાનું શરૂ કર્યું હતું. જોકે, અર્ધજાગૃત અવસ્થામાં પણ કશું અજુગતું થઈ રહ્યું હોવાનો ખ્યાલ આવતા જ યુવતીએ જેમતેમ કરી રૂમની બહાર આવી હતી. જોકે, પોતાની ચુંગાલમાંથી યુવતી છૂટી જતા તાંત્રિક વિશાલ મહારાજે તેને ધમકી આપી હતી કે જો કોઈને વાત કરીશ તો માતા પિતાનું મોત થશે. જોકે, ડર્યા વગર યુવતીએ માતાને વાત કરી અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. પોલીસની પૂછપરછમાં  તાંત્રિક વિશાલ ચંદુલાલ મોતા ઉર્ફે વિશાલ મારાજે કબૂલ્યું કે તે ક્રાઈમ પેટ્રોલ જોઈ આ તાંત્રિક વિધિ તરફ વળ્યો હતો. જોકે, પોલીસે તેને પકડી જેલ હવાલે કર્યો છે. સાથે સાથે અન્ય મહિલાઓ સાથે આ તાંત્રિકે કોઈ ગંદી હરકતો કરી છે કે નહીં એ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(9:56 AM IST)