News of Tuesday, 9th December 2025
ધારિયાથી માથું, હાથ, પગ વાઢી બોરવેલમાં નાખ્યા, ધડ જમીનમાં દાટ્યું: પરિણીત મહિલા સાથેના આડા સબંધમાં ઘાતકી હત્યા
કચ્છના મુરૂ ગામનો બનાવ, ગુમ થનાર યુવકના ૬ દિવસ બાદ હત્યાનો ભેદ ખૂલ્યો : બંને આરોપીઓને રાઉન્ડ અપ કરી લેવાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯ : કચ્છના નખત્રાણા તાલુકાના મુરૂ ગામથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ૬ દિવસથી ગુમ થયેલ ગામના ૨૦ વર્ષીય યુવાન રમેશ પુંજાભાઈ મહેશ્વરીની ઘાતકી હત્યા થઈ હોવાનું ખુલ્યું છે. પોલીસે કરેલ તપાસમાં આ ગુમ થયેલ યુવાનની હત્યા થઈ હોવાનું ખુલ્યા બાદ થયેલા ઘટસ્ફોટે ચકચાર સાથે ચર્ચા સર્જી છે. પોલીસે એક કિશોર અને એક યુવાનની અટક કરી છે. પ્રાથમિક પૂછપરછમાં પરિવારની પરિણીત મહિલા સાથેના આડા સબંધમાં ઘાતકી હત્યા કરી હોવાનું ખુલ્યું છે. ધારિયા વડે મૃતક યુવાન રમેશ પુંજાભાઈ મહેશ્વરીના હાથ, પગ અને માથું વાઢી તેને બોરવેલમાં ફેંકી દેવાયા હતા જ્યારે ધડને જમીનમાં દાટી દેવાયું હતું. જોકે, પોલીસ હજી સત્તાવાર ફરિયાદ હવે નોધશે ત્યારબાદ વધુ વિગતો મળી શકશે. દરમ્યાન બંને આરોપીઓને રાઉન્ડ અપ કરી લેવાયા છે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
