<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

અર્જુનભાઈ મોઢવાડીયાના હસ્‍તે પોરબંદરના બગવદર ખાતે માધવ એ.જી. ફીડરનુ લોકાર્પણ

કિંદરખેડા-ખેતીવાડી ફિડરમાં વારંવાર પાવર સપ્‍લાય કટના પ્રશ્નોનુ થશે નિરાકરણ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા.૯: પોરબંદર જિલ્લામાં પヘુિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ બગવદર સબ ડીવીઝનના હયાત ૧૧ કે.વી. કિંદરખેડા -એજી (ખેતીવાડી) ફિડરનું બાયફરકેશન કરી નવું ૧૧ કે.વી. માધવ -એજી (ખેતીવાડી) ફિડરનું કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યુ હતુ.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્‍યુ હતુ કે, આ બાયફરગેશન થકી વાડી વિસ્‍તારોમાં ખેડુતોના જે પાવર સપ્‍લાય કટના પ્રશ્નો હતા તેનો નિકાલ આવશે. આ સાથે મંત્રીશ્રીએ હાલના એલ્‍યુમિનિયમના વાયર્સ ખારાશ વાળી હવાને કારણે નુકસાન પામતા હોવાથી આશરે રૂ. ૮૫ કરોડના ખર્ચે તમામ વાયર્સને કોટેડ વાયર્સ સાથે બદલવાની જાહેરાત પણ કરી હતી. સાથે જ મંત્રીશ્રીએ નજીકના સમયમાં વિજળીની ફરીયાદ નિવારણ માટે વિસાવાડાની આસપાસના ૪-૫ ગામોને ધ્‍યાને રાખીને એક નાનુ સેવાકેન્‍દ્ર શરૂ કરવાના આયોજન અંગે પણ વાત કરી હતી.

૬૬ કે.વી. બગવદર સબ સ્‍ટેશનમાથી ટોટલ-૧૧ ફિડર નીકળે છે. જેમાં ૪ જ્‍યોતિ ગ્રામ તથા ૭ ખેતીવાડી ફિડર નીકળે છે. આમ ૧૧ કે.વી. કિંદરખેડા-એજી ફિડર જે બગવદર, કિંદરખેડા, ભારવાડા, મોઢવાડા ગામના વાડી વિસ્‍તારમાં પાવર સપ્‍લાય પૂરો પાડે છે. જેની કુલ લંબાઇ ૫૨ કિલો મીટર છે અને વધુ લાંબા ફિડરના હિસાબે અને વધુ પ્રમાણમા ટ્રિપિંગ આવવાના લીધે લો વોલ્‍ટેજ થવાથી ખેડૂતોને પાવર સપ્‍લાયમાં પ્રશ્ન હતો પરતું હવે કિંદરખેડા-એજી ફિડરના બાયફરકેશન કરી ૨ ભાગ કરવાથી નવા માધવ -એજી ફિડર કે જેથી લંબાઇ ૨૨ કિલો મીટર થશે.

આમ કિંદરખેડા - ખેતીવાડી ફિડરમાં વારંવાર પાવર સપ્‍લાય કટના પ્રશ્નો હલ થશે ટ્રિપિંગની સમસ્‍યા હલ થશે તેમજ ખેડૂતોને પુરતા વોલ્‍ટેજથી પુરતા પ્રમાણમા વીજળી ઉપલબ્‍ધ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્‍યુ છે.

(10:53 AM IST)