News of Tuesday, 9th December 2025
જામનગર નજીક ખાનગી કંપનીની દાદાગીરી : નાગ ગામના ખેડૂતની જમીનમાં ખોદકામ કરી 1646 ટન માટી ચોરી ગયા !
નાગના ગામમાં એક ખેડૂતની ખેતીય જમીન પર ખાનગી કંપનીના કર્મચારીઓએ ગેરકાયદેસર ખોદકામ કરીને લગભગ 1646.76 મેટ્રિક ટન માટી ચોરી કરી લીધી:ખેડૂતે ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ શરૂ

જામનગર જિલ્લાના નાગના ગામે ખાનગી કંપનીની દાદાગીરી સામે આવી છે. એ એન્ડ ટી ઈન્ફ્રાકોન પ્રા. લી. નામની કંપનીએ ખેડૂતની ખાનગી જમીનમાં ઘૂસીને બે દિવસ સુધી બુલડોઝર અને જેસીબીથી ખોદકામ કર્યું હતું. આ ખોદકામથી ખેડૂતને અંદરે ચાર લાખ રૂપિયાના માટીનો નુકસાન થયું છે
આ મામલે ખેડૂતે જણાવ્યું કે, કંપનીએ તેની જમીનમાંથી બિનકાયદેસર રીતે 1646.76 મેટ્રિક ટન માટીનું ઉત્ખનન કરી લીધું અને તેને બારોબાર સગેવગે (બગાડી નાખી) કરી દીધી. કંપનીએ ખેડૂતની પરવાનગી કે સંમતિ વગર જ આ કામગીરી કરી હોવાથી ખેડૂતે તાત્કાલિક બેડી મરીન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ખેડૂતની ફરિયાદના આધારે એ એન્ડ ટી ઈન્ફ્રાકોન પ્રા. લી. કંપનીના જવાબદાર કર્મચારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. ફરિયાદમાં માટી ચોરી ઉપરાંત જમીન પર કબજો કરવાના પ્રયાસનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.
આ ઘટનાએ વિસ્તારના અન્ય ખેડૂતોમાં પણ રોષ ફેલાવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે મોટી કંપનીઓ પૈસા અને પાવરના જોરે ગરીબ ખેડૂતોની જમીન પચાવી પાડે છે. હવે પોલીસ તપાસ અને કાનૂની કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
