<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

વાંકાનેરમાં મદાર એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટની સેવા પ્રવળત્તિ અંતર્ગત મીટીંગ

શિયાળાની ઋતુમાં જરૂરિયાત મંદને ગરમ ધાબળા વિતરણ અને રખડતા પશુઓને રેડિયમ લગાડવાનું કાર્ય નક્કી કરાયું ટૂંક સમયમાં કાર્યક્રમ યોજાશે

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા.૯:  વાંકાનેર ખાતે મદાર એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવળતિ પરિસ્‍થિતિને ધ્‍યાન રાખી પશુ પક્ષી માનવસેવા કાર્ય ને પ્રધાન્‍ય આપવાની સખી દાતાઓના સહયોગથી વિવિધ સેવા કાર્યમાં સમૂહ લગ્ન મહોત્‍સવ સર્વ રોગ નિદાન કેમ્‍પ બ્‍લડ કેમ્‍પ સહિત ની વિવિધ સેવાઓ શરૂ કરવામાં આવી છે ત્‍યારે તાજેતરમાં ઠંડીની ઋતુમાં જરૂરિયાત મંદને ગરમ ધાબળા વિતરણ કાર્યક્રમ નું કાર્ય તેમજ રાત્રિના સમયે પશુ રોડ રસ્‍તા પર અકસ્‍માતના સર્જાય તે માટે પશુઓના ડોકમાં રેડિયમ પટ્ટી નું આયોજન સાપ્રથમ વાંકાનેર થી શરૂઆત કરવામાં આવી રહી છે જેમાં તાજેતરમાં જ મદાર એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના અધ્‍યક્ષ ે જહાંગીરશા બાપુ દ્વારા સેવા કાર્ય અંતર્ગત મિટિંગ મળેલ હતી.

(2:12 PM IST)