હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઠંડી યથાવતઃ ગિરનાર ૮.પ નલીયામાં ૧૦ ડિગ્રી
રાજકોટમાં ૧૩.૮ ડિગ્રી લઘુતમ તાપમાનઃ મોડી રાત્રીના અને સવારે ઠંડીનું પ્રમાણ વધુ અનુભવાયુ


રાજકોટ, તા. ૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ ઠંડી યથાવત છે. આજે ગિરનાર ઉપર ૮.પ ડિગ્રી, નલીયા ૧૦ ડિગ્રી, રાજકોટમાં ૧૩.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંૅધાયુ છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે પણ ૮.૫ ડિગ્રી ઠંડી યથાવત રહી હતી.
છેલ્લા બે દિવસથી લઘુતમ તાપમાનનો પારો સ્થિર રહ્યો છે. જેના પરિણામે આજે પણ ગિરનાર પર્વત પર ૮.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સતત બીજા દિવસે પણ ઠંડીનું મોજું યથાવત રહેતા પ્રવાસીઓ સહિતના લોકોને તીવ્ર ઠંડીનો સામનો કરવો પડ્યો હતો.
જુનાગઢ શહેરમાં વાતાવરણમાં ૭૦ ટકા ભેજ વચ્ચે લઘુત્તમ તાપમાન ૧૩.૫ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે આજે સવારે પવનની ઝડપ વધીને ૨.૯ કિલોમીટરની થઈ ગઈ હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪.પ, મહતમ ર૯, ભેજ ૬૭ ટકા અને પવનની ગતિ પ કિ.મી. રહી હતી.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ઠંડી નો નવો રાઉન્ડ શરૂ થયો છે. આજે મંગળવારે લઘુતમ તાપમાન ગગડીને ૧૪.૨ ડિગ્રી નોંધાયુ હતું. અને લોકોએ કડકડતી ઠંડી અનુભવી હતી. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૫ ટકા રહ્યું હતું ત્યારે પવનની ઝડપ ૪ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
