હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબીના બેલા ગામે તળાવમાં ડૂબી જતા ગાળા ગામના જીતેન્દ્રભાઇનું મોત
બેલા ગામ પાસે બાઇક સ્લીપ થતા ઇજાગ્રસ્ત આધેડનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૯: મોરબીના ગાળા ગામના રહેવાસી જીતેન્દ્રભાઈ મનસુખભાઈ વરાણીયા (ઉ.વ.૩૮) નામના યુવાન ગત તા. ૦૮ ના રોજ બેલા ગામના તળાવમાં ડૂબી જતા મોત થયું છે પોલીસે મળતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. અકસ્માત મળત્યુના બનાવની નોંધ કરી યુવાન અકસ્માતે તળાવમાં પડી ગયો છે કે પછી બનાવ આપઘાતનો છે તે દિશામાં વધુ તપાસ ચલાવી છે.
અન્ય એક બનાવમાં મોરબીના પીપળી ગામે વળંદાવન સોસાયટીમાં રહેતા રાજેશભાઈ છગનભાઈ શેરશીયા (ઉ.વ.૪૮) નામના આધેડ પોતાનું બાઈક લઈને બેલા ગામ ખોખરા હનુમાન મંદિર રોડ પરથી જતા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થતા રાજેશભાઈને ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે શહેરની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
