હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બે બાળકોથી વધુ સંતાન ધરાવતા દંપતિને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાનો પ્રતિબંધ હટાવોઃ જિલ્લા ભાજપ મંત્રી કોટીલા
હવે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ ત્રણ બાળકોની હિમાયત કરે છેઃ કાયદો બે દાયકાથી અમલમાં છે, લોકહિતમાં સુધારો જરૂરીઃ આંધ્રપ્રદેશમાં પણ સુધારો થયો છે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૯: જૂનાગઢ જિલ્લા ભાજપના મંત્રી અને વિસાવદર પંથકના ભાજપના વરિષ્ઠ અગ્રણી-સહકારી નેતા, લેરીયાના પૂર્વ સરપંચ નરેન્દ્રભાઈ કોટીલાએ સોરઠના સાંસદ રાજેશભાઈ ચુડાસમાને એક લેખિત રજૂઆતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં સુધારા કરવા તથા બે થી વધુ બાળકો વાળા માતાપિતા પર ચુંટણી લડવા લદાયેલ પાબંધી દુર કરવા બાબતે મુદ્દાસર ઊંડાણપૂર્વક રજૂઆત કરી છે.
કોટીલાએ જણાવ્યું છે કે, પ્રવર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી આવી રહી છે, ગુજરાત સરકાર દ્વારા તા .૦૧/૦૧/૨૦૦૬ થી જે માતાપિતાના ઘરે ૩ (ત્રીજું )બાળક જન્મે તો ચુંટણી ન લડી શકે આ કાયદો હાલ અમલી છે જે તે વખતની સરકાર દ્વારા આ કાયદો વસ્તી નિયંત્રણ માટે અને ભ્રષ્ટાચાર દૂર કરવા માટે લાદવામાં આવેલ છે .આ કાયદો લાદવામાં આવેલ જેને ૨૦ વર્ષ થી પણ વધુ સમય થયેલ છે તો હવે આ કાયદા -નિયમની પુનઃ વિચારણા થવી જોઈએ .કારણકે રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ પણ ૩ બાળકોની હિમાયત કરે છે.
આપણા સાથી પક્ષના આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ સરકારે તેના રાજ્યમાં સુધારો કરી ત્રણ બાળકો હોઈ તે પણ આવી ચુંટણી લડી શકશે એવો સુધારો કરેલ છે..આમેય સ્થાનિક સ્વરાજ્યની સસ્થામાં જેને લોકો ઇચ્છે તેને જ બેસાડે છે..પરંતુ આ નિયમ અમલી હોવાના કારણે ઘણા બધા લોકોને ના છુટકે તેના ૭૦ થી ૮૦ વર્ષના બા-બાપુજી ને ચુંટણી લડાવવી પડે અથવા હવે તો આ નિયમ આવ્યા બાદ દીકરો કે દીકરી પણ ૨૧ વર્ષના થયા હોઈ તો તેને ચુંટણી લડાવવી પડે છે...અંતે તો હતું એનું એ જ થાય છે..દીકરી ૨૧ વર્ષની થઈ સાસરે જાય..જેથી આ કાયદામાં સુધારો થવો જોઈએ સ્થાનિક સ્વરાજની ચુંટણી અને ધારાસભા લોકસભામાં વન નેશન-વન ઇલેક્સન પણ આવે છે..તો બંને એકમમાં અસમાનતા ન હોવી જોઈએ.. જેથી આપ આપના અભિપ્રાય આપી સરકાર લેવલેથી આ નિયમમાં પુનઃ વિચારણા કરી ભણેલા ગણેલા યુવાઓ ને આગળ આવવા માટે અને કોઈ ફાયદા વગરના કાયદા નિયમ ને વળગી રહેવાને બદલે બે થી વધુ બાળકો વાળા વાલીને ચુંટણી લડવા માટે પ્રોત્સાહન આપવા વિચારણા કરાવો તેવી અનેક રજૂઆત મારા પાસે અને લોકમુખે ચર્ચા છે..જેથી આપ જ આ બાબતમાં યોગ્ય કરાવશો તેવી સાંસદ ચુડાસમા પાસે કોટીલાએ અપેક્ષા વ્યક્ત કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
