<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

જેતપુરમાંથી ૮.૩૪ લાખનો વિદેશી દારૂ પકડાયો

પોલીસ સ્‍ટેશન નજીક પોસ્‍ટ ઓફિસ પાછળના મકાનમાં પોલીસનો દરોડોઃ યુવરાજ લુણસરની ૧૪.ર૩ લાખના મુદામાલ સાથે ધરપકડ

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ દારૂના જથ્‍થા સાથે અને પકડાયેલ વાહનો નજરે પડે છે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧રઃ જેતપુર પોલીસે પોલીસ સ્‍ટેશન પોસ્‍ટર ઓફિસ પાછળ આવેલ મકાનમાં દરોડો પાડી ૮.૩૪ લાખના દારૂનો જથ્‍થો અને વાહનો સહિત ૧૪.ર૩ લાખના મુદામાલ સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા મદદનીશ પોલીસ અધિક્ષક સીમરન ભારદ્વાજએ પ્રોહીબશન તથા જુગારની પ્રવળતી સદંતર નાબુત કરવા સુચના આપેલ હોય જેતપુર પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એ.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસે ટીમ જેતપુર સીટી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન એ.એસ.આઇ ભાવેશભાઇ ચાવડા તથા પો.કોન્‍સ. પ્રદીપભાઇ આગરીયા ને સંયુક્‍ત રાહે ખાનગી હકીકત આધારે યુવરાજ ભુપતભાઇ લુણસુર રહે જેતપુર, એમ.જી. રોડ, પોસ્‍ટ ઓફિસ પાછળ, તા.જેતપુર વાળાના રહેણાંક મકાનમાં રેઇડ કરી અલગ અલગ બ્રાંડનો ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો કિ. ૮.૩૪ લાખ એક કાર તથા ત્ર બાઇક મળી કુલ ૧૪.ર૩ લાખનો મુદામાલ સાથે યુવરાજની ધરપકડ કરાઇ હતી.

પકડાયેલ યુવરાજ ભુપતભાઇ લુણસર, ઉ.વ. રર, ધંધો મજુરી, રહે. જેતપુર, એમ.જી. રોડ, પોસ્‍ટ ઓફિસ પાછળ, તા. જેતપુર સામે અગાઉ દારૂ અને મારામારી સહિતના બે ગુન્‍હાઓ નોંધાયા છે.

આ કાર્યવાહી જેતપુર સીટી પો.સ્‍ટે.ના  એ.એસ.આઇ. ભાવેશભાઇ ચાવડા, મીલનસિંહ ડોડીયા, પો.હેડ કોન્‍સ. સાગરભાઇ મકવાણા, પો.કોન્‍સ. પ્રદીપભાઇ આગરીયા, ભગીરથસિંહ જાડેજા, અમીતભાઇ સીધ્‍ધપરા તથા શકતીસિંહ ઝાલા સહિતના સ્‍ટાફ દ્વારા કરાઇ હતી.

(12:28 PM IST)