હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બોટાદ :લગ્ન બાદ પત્નીના અન્ય સાથે નાસી છૂટવા અને સસરાના ત્રાસથી યુવકનો આપઘાત
તાજપર ગામમાં પત્ની અને સસરાના સતત ત્રાસથી કંટાળીને એક યુવકે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી: પોલીસે પુત્રવધૂ અને તેના સસરા વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

બોટાદ જિલ્લાના તાજપર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પત્ની અને સસરાના સતત ત્રાસથી કંટાળીને એક યુવકે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે. મૃતક યુવકના પિતાની ફરિયાદના આધારે પોલીસે પુત્રવધૂ અને તેના પિતા (સસરા) વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાજપર ગામના રહેવાસી ભરત કનુભાઈ રાઠોડ નામના યુવકે રેલવે ટ્રેક પર પડતું મૂકીને પોતાનો જીવ આપી દીધો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક ભરતના લગ્ન આશરે દસ માસ પહેલા રેફડા ગામના પુનમબેન હરેશભાઈ મકવાણા સાથે થયા હતા. આ લગ્ન સંબંધે એક ગંભીર બાબત સામે આવી છે કે, ભરત રાઠોડે યુવતીના પિતા હરેશભાઈ મકવાણાને લગ્ન કરવા માટે રૂ. 5 લાખ આપ્યા હતા. જોકે, લગ્નના થોડા સમય બાદ જ પુનમબેન અન્ય વ્યક્તિ સાથે નાસી છૂટી હતી.
આ ઘટના બાદ પણ મૃતક યુવકને તેના સસરા હરેશભાઈ અને પત્ની પુનમબેન સતત ધમકીઓ આપતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા. આ ત્રાસથી કંટાળીને અને લાગી આવવાના કારણે ભરત રાઠોડે અંતે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આ બાબતે મૃતક યુવકે અગાઉ પોલીસને અરજી પણ આપી હતી.
મૃતક ભરતના પિતા કનુભાઈ નાનજીભાઈ રાઠોડે તાત્કાલિક રૂરલ પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂ પુનમબેન અને દિકરાના સસરા હરેશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે રેફડા ગામના હરેશભાઈ કરશનભાઈ મકવાણા અને પુનમબેન હરેશભાઈ મકવાણા વિરુદ્ધ કલમ 108, 351(3), અને 54 મુજબ ગુનો નોંધીને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
