News of Tuesday, 9th December 2025
સુત્રાપાડાના મોરાસામાં હૃદયદ્રાવક ઘટના ભાઈએ જ પોતાના ભાઈની ખાટલાના ધોકા વડે કરી હત્યા
સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કરતાં સગા ભાઈએ જ પોતાના ભાઈની હત્યા કરી દીધી

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કરતાં સગા ભાઈએ જ પોતાના ભાઈની હત્યા કરી દીધી છે. આ ઘટના બપોરે આશરે ચારેક વાગ્યાના સુમારે બની હતી. મૃતક અજીતસિંહ ભાવસંગ રાઠોડ (ઉંમર 38 વર્ષ) અને તેના સગા ભાઈ હિતુભા ભાવસંગ રાઠોડ વચ્ચે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી.
બોલાચાલી ઉગ્ર બનતાં, હત્યારા ભાઈ હિતુભાએ આવેશમાં આવીને મકાનના ઢાળિયામાં પડેલા ખાટલાના ધોકા વડે અજીતસિંહના માથામાં હુમલો કર્યો હતો. માથામાં ગંભીર ઈજા થવાના કારણે અજીતસિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક મોરાસા ગામે પહોંચી ગયો હતો.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હત્યારા ભાઈ હિતુભા ભાવસંગ રાઠોડની ધરપકડ કરી લીધી છે.મૃતદેહને પોસ્ટમોર્ટમ (પી.એમ.) અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને પોલીસે આ હત્યા પાછળનું ચોક્કસ કારણ અને અન્ય વિગતો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે મોરાસા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
