તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th December 2025
મોરબીના નહેરૂ ગેઇટ, શાક માર્કેટ આજુબાજુના દબાણો વિરુદ્ધ કાર્યવાહી, ૬૫ લારીધારકોને ૨૦ હજારનો દંડ ફટકાર્યો.
પોલીસ બંદોબસ્ત સાથે રાખી ડેપ્યુટી કમિશ્નરની ટીમે દબાણો પર કરી કાર્યવાહી, ઝુંબેશ એક વિક ચાલશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના નહેરૂ ગેઇટ, શાક માર્કેટ આજુબાજુના દબાણો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ હતી, ૬૫ લારીધારકોને ૨૦ હજારનો દંડ ફટકાર્યો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર મહાપાલિકા દ્વારા અગાઉ નહેરૂગેટ ચોક સહિતના વિસ્તારોમાં દબાણ હટાવ્યા બાદ ફરી તેની તે જ સ્થિતિ સર્જાય હતી. તેવામાં હવે આજે મહાપાલિકા અને ટ્રાફિક શાખા દ્વારા આજે સંયુક્ત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીની આગેવાનીમાં અહીં નહેરુગેટ ચોક અને લોહાણાપરા શેરીની નજીકના વિસ્તારોમાંથી અંદાજે 65 જેટલી રેકડીઓ હટાવવામાં આવી હતી. આ ઉપરાંત રૂ.20 હજાર જેવો દંડ વસુલવામાં આવ્યો હતો.
આ અંગે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે આ વિસ્તારમાં આગામી સપ્તાહ સુધી આ ઝુંબેશ ચાલુ રહેવાની છે. લોકોને અહીં ચાલવામાં પણ તકલીફ પડતી હતી. હવે આ વિસ્તારમાં લોકો સરળતાથી ખરીદી કરવા આવી શકશે અને પોતાના વાહન વ્યવસ્થિત રીતે મૂકી શકશે.
ઉલ્લેખનીય છે કે અહીં કેટલાક દુકાનદારોએ રેકડી બહાર રાખી હતી. તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીને પગલે કેટલાક વેપારીઓએ રાજીપો વ્યક્ત કર્યો છે. તો બીજી તરફ રેકડી ધારકોએ પોતાની રોજગારી છીનવાઈ ગઈ હોવાની નારાજગી વ્યક્ત કરી હતી
(12:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
